ગુજરાતની સ્ટર્લિંગ બાયોટેક લિના ૪ ડાયરેક્ટર્સ વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ ઈસ્યુ કરવા ઇડીની માંગ

0
28

ન્યુ દિલ્હી,તા.૨૪
ED(એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ)એ ૫૦૦૦ કરોડ રૂપિયા મની લોન્ડરિંગ કેસની તપાસ માટે દિલ્હીની કોર્ટમાં ગુજરાત સ્થિત ફાર્મા કંપની SBL(સ્ટરલિંગ બાયોટેક લિમિટેડ)ના ચાર ડાયરેક્ટર્સ વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરન્ટ ઈસ્યુ કરવાની માંગણી કરી છે.
એજન્સીએ SBL ડાયરેકટર્સ નીતીન જયંતીલાલ સાન્ડેસરા, ચેતનકુમાર સાન્ડેસરા, દિપતી ચેતન સાન્ડેસરા અને હિતેશકુમાર નરેન્દ્રભાઈ પટેલની સામે બિન જામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કરવાની માંગણી કરી છે. એડીશનલ સેશન જજ સિદ્ધાર્થ શર્માએ આ અરજીની સુનાવણી ૫ જાન્યુઆરી સુધી મુલત્વી રાખી છે.
EDએ કંપની વિરુદ્ઘ PILA(પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ) અંતર્ગત કથિત બેન્ક ફ્રોડનો કેસ નોંધ્યો છે. હાલ ED કંપનીના ડાયરેક્ટર્સ દ્વારા ઈન્કમ ટેકસના સિનિયર અધિકારીઓને લાંચ આપવાના કેસની પણ તપાસ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મામલે અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY