બસ દુર્ઘટનાની તપાસ કરતી ડાંગ જિલ્લા પોલીસ સુરતમાં

0
5

સુરતના ત્રણ આરોપીઓ સામે ડાંગમાં ગુનો નોંધાયો છે
સુરત, તા.૨૪
અમરોલીથી ટ્યુશન ક્લાસીસમાંથી પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની બસ મહાલ બરડીપાડા પાસે ખાબકતા ૧૦ વ્યક્તિઓના કરૂણ મોત નીપજવાની ઘટનાના પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. જાકે, સુબીર પોલીસે ટ્યુશન સંચાલિકા, ડ્રાઈવર તથા ઉમિયા ટ્રાવેલ્સ વિરૂદ્ધ આઈપીસી ૩૦૪ તથા મોટર વ્હીકલ એક્ટની કલમો દાખલ કરી હતી. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા માટે ડાંગ પોલીસે સુરતમાં ધામા નાંખ્યા હોવાનું રેન્જ આઈજીએસપી રાજકુમારે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલી વિસ્તારમાં રહેતી અને ગુરૂકૃપા ટ્યુશનમાં અભ્યાસ માટે જતી મૈત્રી સુરેશભાઈ ચૌહાણ (૧૧), ધનશ્રી યોગેશ પાટીલ વગેરેઓ પ્રવાસમાં ગયા હતા. અમરોલી છાપરભાઠા રોડ પર આવેલા ગુરૂકૃપા કોમ્પ્લેક્ષના ગ્રાઉનડ ફ્લોર પર આ ટ્યુશન ક્લાસ ચાલે છે. આ ટ્યુશન ક્લાસ નીતાબેન બીપીન પટેલ ચલાવે છે. ડાંગ જિલ્લાના પ્રવાસે ગયેલી આ બસની ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવતા બસ ૨૦૦ ફુટ ઉંડી ખીણમાં ખાબકતા કુલ ૧૦ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. સુબીર પોલીસે ટ્યુશન સંચાલિકા નીતાબેન બીપીનભાઈ પટેલ, બસ ચાલક સંજયભાઈ જીતેન્દ્રભાઈ મહેતા તથા ઉમિયા ટ્રાવેર્લ્સના માલિક વિરૂદ્ધ સાપરાધ મનુષ્યવધ આઈપીસી ૩૦૪ મુજબનો ગુનો નોંધ્યો હતો.
આ બાબતમાં રેન્જ આઈજી એસ.પી. રાજકુમારને પૂછવામાં આવતા ડાંગ પોલીસ તેઅોની ધરપકડ કરવા માટે સુરત પહોંચી ગઈ હોવાનું જણાવ્યું હતુ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY