અમરેલી એસ ટી વિભાગમાં પૂર્વ વિભાગીય નિયામકની આર ટી આઈમાં પોલ ખુલતા ભારે ચર્ચા

0
43

નિગમ સાથે છેતરપીંડી કરી રૂ.૨૭૭૭/- નું પહોચાડયું આર્થિક નુકશાન…!! કોણ પગલાં લેશે…?

અમરેલી એસ.ટી.વિભાગમાં પૂર્વ વિભાગીય નિયામક એસ.પી.માત્રોજા દ્વારા તા.૨૨/૧/૧૮ ના રોજ સ્ટાફ કાર

વાહનનં.જી.જે.૧૮/જી.બી.૦૪૧૧ વાહનમાં કનકાઈ મંદિર રોડ સર્વે તેમજ સરપ્રાઈઝ લાઈન ચેકીંગની કામગીરી દર્શાવી નિગમ સાથે છેતરપીડી કરેલ છે જે વિભાગીય નિયામક પોતાની મંથલી ડાયરી, વિહકલ ડાયરીમાં કચેરીના કામનો ઉલ્લેખ કરેલ છે તેમાં ૩ પુરૂષ કર્મચારી અધિકારીઓની વિગતો દર્શાવેલ છે, જયારે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ તાબા હેઠળના ચેકપોસ્ટ શેમરડી તથા સોડવડી ચેકપોસ્ટ દ્વારા ગીર પ્રવેશમાં વાહનને નિઃશુલ્ક પરમીટ પહોચ આપવામાં આવે છે જેમાં ૩ પુરૂષ * ૨ મહિલા * પ ની વિગતો આર.ટી.આઈ થી મેળવેલ દસ્તાવેજોમાં બહાર આવી છે જેથી વિભાગીય નિયામક દ્વારા નિગમની ખોટી કામગીરી દર્શાવી સ્ટાફ કારના ડ્રાઈવર તથા ટી.આઈ., વિભાગીય નિયામક, ટી.એ.બિલ, ડ્રાઈવર ઓવરટાઈમ, વાહન ડીઝલ ખર્ચ સહિતનો કુલ ખર્ચ રૂ.૨૭૭૭/-રજુઆત કરવામાં આવેલી છે ભૂતકાળમાં નિગમના અન્ય વિભાગના વિભાગીય નિયામક વિરૂધ્ધ પણ મહિલા સાથે અભદ્દ વર્તન જેવા ગુન્હાઓ સબબ પગલા લેવામાં આવ્યા છે આ અંગે અમરેલી એસ.ટી. વિભાગની ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે તો દુધ નું દુધ અને પાણીનું પાણી બહાર આવશે.

મનોજ સરપદડીયા,સાવરકુન્ડલા
વોટસેપ નં.9173588351

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY