અડાજણ સ્થિત બાપ્સ સ્વામીનારાયણ મંદિરમાં ૨૨’મો પાટોત્સવ ઉજવાયો

0
7

મંદિર સેવા અને સમર્પણનું પ્રતિક બન્યું
સુરત, તા.૨૪
તાપી નદીના તટે આવેલા સેવા, સંસ્કાર અને સદાચારની ત્રિવેણી સમાન દિવ્ય સ્થાન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ૨૨મો પાટોત્સવ ગઈ કાલે રવિવારે, તા. ૨૨/૧૨/૨૦૧૮ના રોજ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. સામાજિક, નૈતિક, શૈક્ષણિક તથા આધ્યાત્મિક ઉત્કર્ષના સેવાકાર્યાની ભાગીરથી છેલ્લા કેટલાય વર્ષાથી વહી રહી છે તેવા સુરતના નજરાણા સમા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ભેટ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આજથી ૨૨ વર્ષ પૂર્વે આપી હતી.
સુરતમાં જ્યારે પણ કોઈ કુદરતી આફતો આવી છે કે સામાજિક સેવાની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે અડાજણ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હંમેશા તત્પર રહ્યું છે અને સમાજમાં અનેરું યોગદાન આપતું રહ્યું છે. આ મંદિરમાં બિરાજીને ભગવાન સ્વામિનારાયણ સુરતની ભાવિક જનતા ઉપર સતત કરુણાવર્ષા કરી રહ્યા છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી ગઈ કાલે ૨૨મા પાટોત્સવની ભવ્યતાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ૬ કલાકે મંદિરમાં વેદોક્ત-વિધિપૂર્વક મહાપૂજા તથા ઠાકોરજીને કેસર મિશ્રિત જળથી અભિષેક વિધિ સદ્ગુરુવર્ય પ. પૂ. ઘનશ્યામચરણ સ્વામીની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. અંતે ઠોકોરજીની આરતી ઉતારીને પાટોત્સવની વિધિ પૂર્ણ થઈ હતી.
આ મંદિર હરિભક્તોએ કરેલી સેવા અને સમર્પણનું પ્રતિક છે. અસંખ્ય ઉન્નત જીવન અને કલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા અહીંથી અનેક ભક્તો મેળવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY