ગાંધીનગર,
તા.૨૬/૦૩/૨૦૧૮
ગરમીથી લોકો ત્રાહિમામ્,અમદાવાદમાં ૩૯ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ
ગરમીએ હવે પોતાના તેવર બતાડવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી ઠંડી અને ગરમીની ઋતુનો એક સાથે અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ હવે આકાશી અગનજ્વાળાથી ગુજરાત શેકાયું છે. અને હવેથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે.
ગરમીએ હજુ શરૂઆત જ કરી છે. ત્યારે ગઈકાલે પડેલી ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગરમીના કારણે સૌથી ગરમ શહેર વેરાવળ રહ્યું હતું. ગઈકાલે વેરાવળમાં ૪૧ ડિગ્રી ગરમી વરસી હતી. જ્યારે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ૩૮થી ૪૦ની વચ્ચે રહ્યું હતો.
ચૈત્રી નવરાત્રીના છેલ્લા છેલ્લા દિવસોમાં ગરમીએ પોતાના તેવર બતાડનાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે રવિવાર હોવાથી અમદાવાદીઓ ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યાં હતા. આમ ગરમીનો પારો અમુક શહેરોમાં ૪૦થી ૪૧ ડિગ્રીને પાર પહોંચી જતા આવાતા દિવસોમાં વધુ ગરમી પડે તેવા સંકેત મળી રહ્યાં છે. આમ ગરમીના કારણે જનજીવન પર અસર થઈ રહી છે.
ત્યારે આગ ઝરતી ગરમીમાં લોકો ઠંડા પાણી, શેરડીનો રસ, જ્યુસ અને ફ્રુટનો સહારો લઈ રહ્યાં છે.ત્યારે આગામી એપ્રિલ અને મે મહિનામાં વધુ ગરમી પડે તેવી સુત્રો દ્વાકા માહિતી મળી રહી છે.
શહેર તાપમાન
વેરાવળ ૪૧.૦
પોરબંદર ૪૦.૯
સુરત ૪૦.૮
ભુજ ૪૦.૨
અમરેલી ૪૦.૦
રાજકોટ ૪૦.૦
સુરેન્દ્રનગર ૪૦.૦
વડોદરા ૩૯.૪
અમદાવાદ ૩૯.૩
ડિસા ૩૮.૮
ગાંધીનગર ૩૬.૭
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







