ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ માટે 3 નામ ચર્ચાય છે ભરતસિંહ રિપીટ થશે?

0
269

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં પ્રમુખ બનવાની હોડ ચાલી રહી છે ત્યારે કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે સિનિયર કોંગ્રેસી નેતાઓની સાથે યુવા નેતાઓના નામ પણ સીધા ચર્ચામાં આવતા કોંગ્રેસીઓમાં આ નામો ચર્ચાસ્પદ બન્યા છે.

પ્રમુખ પણ ઓબીસી હશે. પાટીદાર સમાજને વિરોધ પક્ષનું નેતાપદ આપી દીધું છે. આદિવાસી સમાજ અને સવર્ણ સમાજને રાજ્યસભામાં લઈ જવાયા છે જ્યારે મુસ્લિમ સમાજમાંથી અહેમદ પટેલ રાજ્યસભામાં વર્ષોથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ભરતસિંહ સોલંકી પોતે ઓબીસી સમાજમાંથી આવે છે અને તેમના અનુગામી તરીકે ઓબીસી સમાજમાંથી જ પ્રમુખ બનાવવા માટે કોંગ્રેસમાં વિચારણા ચાલી રહી છે.

માહિતી મુજબ કોંગ્રેસ પ્રમુખપદની રેસમાં મોખરાના નામ તરીકે જગદીશ ઠાકોર બહાર આવી રહ્યા છે. જગદીશ ઠાકોર તડફડીયા નેતા તરીકેની છાપ ધરાવે છે અને કાર્યકરો સાથે મિલનસારી રાખે છે. હાલમાં વિપક્ષી નેતા કોંગ્રેસના પ્રમુખનું કામ કરી રહ્યા છે. જે પ્રકારે દક્ષિણ ગુજરાત અને ત્યાર બાદ એઆઈસીસી ડેલિગેટ્સની નિમણૂંકમાં ભરતસિંહ સોલંકીએ પોતાના જ માણસોને વધારે ગોઠવી દીધા છે તેના કારણે ભારે ઉહાપોહ મચી ગયો હતો અને તેના પગલે ભરતસિંહે રાજીનામું આપી દીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કેટલાક કોંગ્રેસીઓ માની રહ્યા છે કે રાહુલ ગાંધી ભરતસિંહને રિપીટ કરી શકે છે પરંતુ હાલમાં જે પ્રકારે તાલુકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં ડેમેજ કન્ટ્રોલ કરવામાં આવ્યું અને તેના કારણે કોંગ્રેસનો મોઢે સુધી આવેલો કોળીયો છિનવાઈ જતા દિલ્હી હાઈકમાન્ડ ખાસ્સું નારાજ છે. આમ પણ ભરતિસંહ કાર્યકરોને મળવા માટે અમદાવાદ સુધી ખેંચાવે છે અને તેમણે સંગઠનને બેઠું કરવામાં જોઈએ તેટલા પ્રયાસો ન કરતા તેમના માટે રિપીટ થવાના ચાન્સીસ ઘટી ગયા હોવાનું કોંગ્રેસીઓ કહી રહ્યા છે.

પ્રમુખપદ માટે જે નામ ચર્ચમાં રહ્યા છે તેમાં જગદીશ ઠાકોર ઉપરાંત અર્જુન મોઢવડીયા પણ છે. આ સિવાય યંગ જનરેશનમાંથી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઈન્દ્રવિજયસિંહ ગોહીલનું નામ ચર્ચામાં આવ્યું છે. જો રાહુલ ગાંધી યંગ ટીમ પસંદ કરે છે તો અલ્પેશ ઠાકોર કે ઈન્દ્રવિજયસિંહ ગોહીલ ટોપ રેસર બની શકે છે. જ્યારે સિનિયર તરીકે જગદીશ ઠાકોર કોંગ્રેસ પાસે ઓબીસી પ્રતિનિધિ તરીકે એક માત્ર પસંદગી બની રહેશે એવું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY