યુવાનો આધુનિક ટેકનોલોજીના જમાનામાં સમજદારીપૂર્વક સાચી દિશામાં મજબૂત
સંકલ્પ વડે આગળ વધે: ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા
સુરતઃસોમવાર:
ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલયના ઉપક્રમે જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કામરેજ સ્થિત દાદા ભગવાન મંદિર, મહાવિદેહ તીર્થધામ ખાતે કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સંમેલન યોજાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, યુવાનોએ આધુનિક ટેકનોલોજીના જમાનામાં સમજદારીપૂર્વક સાચી દિશામાં મજબૂત સંકલ્પ વડે આગળ વધી સફળતા મેળવી શકાય છે. યુવા કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત પૃથ્વી દેસાઈએ કૌશલ્ય વર્ધન દ્વારા યુવાનો વિશ્વમાં પોતાની પ્રતિભા દર્શાવવા અનુરોધ કર્યો હતો. તેમજ વક્તા વિશાલ વાઘાણીએ ડિઝીટલ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારી યોજનાઓને વિસ્તૃત જાણકારી આપી હતી.
જિલ્લા આરોગ્ય વિભાગના મુકેશભાઈ ભટ્ટે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ તેમજ સરકારની અનેક આરોગ્યલક્ષી યોજનોથી યુવાઓને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક મનીષાબેન શાહ, આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશગિરી ગોસ્વામી, આસ્થા યુવા મંડળના મોહનીશ અગ્રવાલ, દિપીકાબેન ચાવડા, એડવોકેટ જે.ડી.વેકરીયા સહિત સહિત કેન્દ્રના યુવા સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"