પુણા-સીમાડામાં દોડતી ટ્રકનું ટાયર ફાટતા મોટર સાઈકલ સવારનું મોત

0
232

ટાયર ફાટતા આગળ દોડતી બાઈક સાથે ટ્રક અથડાતા અકસ્માત
સુરત, તા.૨૬
પુણા ગામની સીમ ખાતે ટ્રકનું ટાયર અચાનક ફાટવાથી ટ્રક મોટર સાઈકલ સવારને અથડાતા બાઈક સવારનું કરૂણ મોત નીપજ્યું હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકમ) નોંધાયો હતો. પોલીસ ફેટલનો ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના રહેવાસી શૈલેષભાઈ રામચંદ્ર ગામીત પલસાણા પોલીસ મથકમાં નોંધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટ્રક નંબર જીજે-૧૯-ટી-૩૬૧૮ નંબરનો ચાલક મારાભાઈની ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક આગળ ચલાવતા બાઈક ચાલકનેઅ થડાતા બાઈક સવાર દાનીયલભાઈના માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા ત્યાં જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે શિલ્પાબેન તથા રોશનના શરીરે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પલસાણા પોલીસે ફેટલનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY