માતાનામઢ થી દયાપર તરફ જઈ રહેલી બોલેરો કારમાંથી ભુજ એલસીબીએ દારૂ પકડી પાડ્યો

0
375

ભુજ કચ્છ: પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડાની સુચનાથી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એમ.બી.ઔસુરા તથા પો.સબ ઇન્સ. એચ.એસ.તીવારીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો લખપત તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતાં ફરતાં માતાનામઢ ગામમાંથી નીકળી દયાપર તરફના રોડે ચડતા સમયે એક બોલેરો કેમ્પર સફેદ કલરની પુર ઝડપે દયાપર તરફના રોડે જતી હોય જેથી તે વાડી શંકાસ્પદ જણાતા ગાડીનો પીછો કરી ઉભી રખાવી ગાડી ચેક કરતા ગાડીમાં પાછડના ભાગે સીટી ચોઇસ પ્રીમીયમ વ્હીસ્કીની ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની કાચની શીલબંધ બોટલ નંગ-૯૬, કિ.રૂા.૩૩,૨૫૦/-ના પ્રોહિ. મુદામાલ સાથે ગાડીના ચાલક આરોપી પ્રવિણસિંહ લાખીયારજી સોઢા, ઉ.વ.૩૨, રહે. ગામ- વર્માનગર, એકતા નગર સોસાયટી, તા.લખપત-કચ્છ વાળાને ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૯૬, કિ.રૂા.૩૩,૬૦૦/- તથા બોલેરો કેમ્પર કિ.રૂા.૩,૦૦,૦૦૦/- એમ કુલે કિ.રૂા.૩,૩૩,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરૂધ્ધ ધોરણસર થવા દયાપર પોલીસ સ્ટેશનને ફરીયાદ આપેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY