કત્લેઆમ મચાવનાર ભાજપ નેતાઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દઈશુઃ શગીર સઈદ ખાન
જમ્મૂ,તા.૨૭
જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના લઘુમતી વિભાગના પર્યવેક્ષક શગીર સઈદ ખાનના વિવાદથી વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના નેતા સગીર સઈદ ખાને ભાજપના નેતાઓને ફાંસીની સજા આપવાની વાત જણાવી છે. સગીર ઈદ ખાને જમ્મુ-કાશ્મીરના લોકોને ભરોસો અપાવ્યો છે કે જા કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે, તો આતંકવાદના નામે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને એક કરોડ રૂપિયા અને સરકારી નોકરી આપવામાં આવશે.
કોંગ્રેસના નેતા શગીર સઈદ ખાનનું કહેવું છે કે આવા જ લોકો આતંકવાદના નામે જેલમાં બંધ છે. તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે અને સૌને છોડી મૂકવામાં આવશે. ભાજપના જે લોકોએ અહીં કત્લેઆમ મચાવ્યો છે. તે ચાહે ગમે તેટલા મોટા નેતા જ કેમ ના હોય. કાયદો બનાવીને તેમને ફાંસીના ફંદા પર લટકાવવામાં આવશે. તેમણે કહ્યું છે કે કાશ્મીર જન્નત ગણાતું હતું. આજે અહીં ચારે તરફ લાશો જાવા મળે છે.
ભાજપ જેવી રીતે કાશ્મીરમાં લોકો પર જુલ્મ કરી રહ્યું છે. અહીં જે નિર્દોષ લોકો માર્યા ગયા છે. તે બધાને કોંગ્રેસની સરકારના સત્તામાં આવ્યા બાદ એક-એક કરોડ રૂપિયાનું વળતર અને પરિવારના સદસ્યને નોકરી આપવામાં આવશે. શગીર સઈદ ખાને બુલંદશહર હિંસાને લઈને પણ વિવાદીત નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ઈન્સ્પેક્ટરની હત્યા માટે ફૌજી જીતૂ જવાબદાર છે. આ ફૌજી આરએસએસની વિચારધારાથી પ્રેરીત હતો. તેમણે એમ પણ કહ્યું છે કે સેના સરકારનો આદેશ માને છે. સેનાને જેવો આદેશ આપવામાં આવે છે. તેવી રીતે તે કામગીરી કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



