નર્મદા છોટા ઉદેપુરા મા ભારે વરસાદ ના પગલે નર્મદા – ઓરસંગ નદીમાં આવ્યા ઘોડાપુર ..

0
32

ઓરસંગ નર્મદા ત્રિવેણી સંગમે પાણીનું સ્તર વધ્યું. પોઈચા કાંઠે પાણી વધી જતાં નર્મદા નદી બે કાંઠે.

રાજપીપળા : નર્મદા ના પોઇચા ખાતે આવેલા ત્રીવેણી સંગમ ખાતે ઓરસંગ અને નર્મદા નો સંગમ પર પાણીનુ જળસ્તર વધ્યુ વરસાદ ને પગલે નદીમા ઘોડાપુર આવ્યુ અને નદી બે કાંઠે વહેતી થઈ, નર્મદા નદીનો સાંકડો થઈ ગયેલો પટ્ટ વિશાળ બનતા નર્મદા પ્રથમવાર ખળખળ વહેતી જોવા મળી હતી, નર્મદા નદી વર્ષો બાદ બે કાંઠે વહેતા ભરૂચ નર્મદા જિલ્લામાં ઓછા પાણીને લઈને લાગણીઓ દુભાતી હતી જે દુર થઈ ગઈ છે.

મધ્યપ્રદેશ માં સતત વરસાદ ને લઈ ઓરસંગ માં પાણી આવ્યું, છોટાઉદેપુર અને નર્મદા મા પણ વધુ વરસાદ પડતા ઓરસંગમાં ઘોડાપુર આવ્યુ જેના પગલે કાંઠાની દુકાનો હટાવી લેવાઈ.પોઇચા નર્મદા નદિમા પાણી આવતા યાત્રાધામ ચાણોદ ખાતે મલ્હારરાવ ઘાટના 28 પગથિયાં ડૂબી ગયા હતા, વહેણ એટલુ વધુ હતુ કે અને 3૦૦ થી વધુ હોડીઓ ને નદીઓમા નહિ ચલવવા વહિવટી તંત્ર દ્વારા સુચના આપવામા આવી છે. વરસાદ ના પગલે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યુ જોકે કોઇ નુકશાની નો આહેવાલ નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY