વલસાડ,તા.૨૭
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વિરાટ હિન્દુ ધર્મ જાગરણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા ૨૦૦થી વધારે પરિવારોને હિન્દુ ધર્મમાં પાછા લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સંમેલન સ્વામીનારાયણ જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી સ્વામીનારાયમ સંપ્રદાયના અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યા હતા.
એક તરફ નાતાલ પર્વ દરમિયાન ચાલી રહ્યો છે ત્યારે ખ્રિસ્તી મિશનરીઓના ધાર્મિક સંમેલનોની સામે હિન્દુ ધર્મ જાગરણ સંમેલનોની શરુઆત થઇ છે. આ ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓના દરેક ગામમાં ચર્ચના જવાબમાં ગામે હનુમાનજીના મંદિરો બાંધવાનું અભિયાન પણ શરુ થયું છે. આ ખ્રિસ્તી મિસનરીની વટાવ પ્રવૃત્તિ સામે હિન્દુ સંગઠનોનું ઘર વાપસી અભિયાન ચાલી રહ્યું છે. જેના પગલે સ્વામીનારાયણ જ્ઞાનપીઠ સંસ્થા દ્વારા વિરાટ હિન્દુ ધર્મ જાગરણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી સ્વામીનારાયણ સંપ્રદાયના અગ્રણીઓ સંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમી ઉપસ્થિતિમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલા ૨૦૦થી વધુ પરિવારોને પરત હિન્દુ ધર્મમાં વાપસી કરાવી હતી.
સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ કંઠી પહેરાવીને ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દુ ધર્માં પરત આવકાર્યા હતા. સ્વામીના જણાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારના ધર્મના લોકો અલગ અલગ પ્રકારની લાલચો અને પ્રલોભનો આપીને લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે.
લોકોને પોતાના હિન્દુ ધર્મને વળગી રહેવા જે પરંપરામાં મળ્યો છે એને બચાવવા માટે અમે આ બીડું ઉઠાવ્યું છે. ધરમપુર તાલુકાના નાના ગામડાઓ સુધી આ પ્રવૃત્તિથી સેવાકાર્ય કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છેકે ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્તારના ગામોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યાનો આરોપ કરવામાં આવી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



