અમદાવાદ,તા.૨૭
મુખ્ય સચિવે સાયન્સ સીટી ખાતેના ફેઝ-૨ ડેવલપમેન્ટ પ્લાનના ભાગરૂપે નિર્માણ કરાયેલ “વિજ્ઞાન ભવન” ના ઉદ્દ્ઘાટન પ્રસંગે જણાવ્યુ, કે રાજય સરકાર દ્વારા એસ.ટી.આઇ. ફંડ હેઠળ નવીન વૈજ્ઞાનિક ટેક્નોલોજીના નિદર્શન અને પાયલોટ ડીપ્લોયમેન્ટ માટેની મહત્વકાંક્ષી યોજના મંજુર કરવામાં આવી છે.
આ યોજના હેઠળ જાહેર ક્ષેત્રની મહત્વની સમસ્યાઓને તારવીને તેના ઉકેલ માટેના ચોકકસ સોલ્યુશન ધરાવતી ટેકનોલોજીના નિદર્શન અને પાયલોટ ડીપ્લોયમેન્ટ માટે કાર્યવાહી કરવામાં આવશે. આ યોજના હેઠળ, જાહેર ક્ષેત્રમાં જ માર્કેટ ધરાવતી ઇનોવેટીવ ડીઝાઇન અને સોલ્યુશન પૂરા પાડતા સ્ટાર્ટ–અપ્સ, કે જે એડોપ્શન ઓપર્ચ્યુનિટીના અભાવે અથવા પ્રોસીજરલ ચેલેન્જના કારણે શકીય બનતું ન હોય તેવા એકમોને પ્રોત્સાહન મળશે.
આ પ્રકારના કોમ્પ્લેક્ષ સોલ્યુશન માટે પાયલોટ ડીપ્લોયમેન્ટની તકો પૂરી પાડવાથી રાજયના વૈજ્ઞાનિકો અને ઇનોવેટર્સ, સંશોધકો અને સ્ટાર્ટ–અપ્સ માટે જાહેર ક્ષેત્રે કાર્ય કરવા માટે એક વિશાળ બજાર માટેનું ક્ષેત્ર ઉભું થઇ શક્શે. મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન માટેની નીતિ જાહેર કરવામાં આવી છે. આ પોલિસીના અમલીકરણ માટે રાજ્ય સરકારે રૂ। ૫૦ કરોડની રકમનાં ડેડીકેટેડ ફંડની રચના કરી છે. આ ફંડની હેઠળ બે યોજના અમલમાં મુકવામાં આવી છે.
ટેક્નોલોજી નિદર્શન અને પાઈલોટ ડીપ્લોયમેન્ટ માટેનાં પ્રત્યેક પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ લાખ સુધીની રકમ ઉપલબ્ધ કરવામાં આવશે. મુખ્ય સચિવએ વધુમાં જણાવ્યું હતું કે, સાયન્સ સીટીનાં ફેઝ -૨નાં ડેવલપમેન્ટનાં ભાગ રૂપે નવું નિર્માણ પામેલ “વિજ્ઞાન ભવન“ સાયન્સ સીટી દ્વારા સમાજને વિજ્ઞાન સાથે જાડવાનાં તેનાં પ્રયાસોને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવશે અને તે માટેની આંતર માળખાકીય સુવિધા પણ પૂરી પાડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



