વડોદરા,તા.૨૭
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આડા સંબંધની શંકામાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પાણીગેટ વિસ્તારના બાવામાનપુરા સ્થિત ૨૦૩, પીર અઝીમ કોમ્પલેક્ષના બીજા માળે સલીમ રહેમાનભાઇ શેખ(૫૫) પત્ની શમીમબાનુ(૫૦) અને પુત્ર રફીક(૨૦) સાથે રહેતા હતા. જ્યારે બે પુત્રીઓ ફરઝાના અને શબાના લગ્ન થઇ ગયા હતા. પત્નીના આડા સંબધોની શંકામાં પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પુત્ર રફીક પણ પિતાને પ્લમ્બરના કામમાં મદદરૂપ થતો હતો, સવારે ૧૧ વાગ્યે રફીકને નર્મદા ભવન ખાતે કામ હોવાથી તે ઘરેથી નીકળી ગયો હતો. આ સમયે પત્નીના આડા સંબંધોને લઇને સલીમ અને શમીમબાનું વચ્ચે ઝઘડો થયો હતો.
પત્ની સાથેના ઝઘડા દરમિયાન પતિ સલીમ આવેશમાં આવી ગયો હતો. અને પોતાના મોબાઇલ ચાર્જર વડે પત્નીનું ગળુ દબાવી દીધુ હતું. જેથી શમીમબાનું બેભાન થઇ ગઇ હતી. ત્યારબાદ સલીમ રસોડામાંથી ચાકુ લઇ આવ્યો હતો. અને પત્નીના ગળાના ભાગે ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. જેથી શમીમબાનુનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાને પગલે પીર અઝીમ કોમ્પલેક્ષ બહાર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.
પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એન. એ. વાઘેલાએ જણાવ્યું હતું કે, પત્નીના આડા સંબંધોને લઇને સલીમ અને શમીમબાનુ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જાકે આજે થયેલા ઝઘડા દરમિયાન સલીમ ખુબ જ ગુસ્સે થઇ ગયો હતો. અને પત્નીની હત્યા કરી નાખી હતી. અમે આરોપી સલીમ શેખની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



