મેટ્રો રેલથી બનેલ ઊબડખાબડ રસ્તા રિપેર કરવા મ્યુનિ. તંત્ર તૈયાર

0
7

અમદાવાદ,તા.૧૦
અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે રૂ.૩પ૦ કરોડના રોડ રિસરફેસીંગના કામ મંજૂર થયા હોવા છતાં આજે પણ આ કામોએ ગતિ પકડી નથી. ખુદ શહેરના શાસકો પાસે રોડ રિસરફેસીંગના કામોની વિસ્તૃત માહિતી નથી. જાકે આગામી મે-ર૦૧૯ સુધીમાં આ કામો પૂર્ણ કરાશે તેવું શાસક પક્ષ દ્વારા આશ્વાસન અપાયું છે.
બીજી તરફ હજારો વાહનચાલકો મેટ્રો રેલ રૂટના ઊબડખાબડ રસ્તાથી તોબા પોકારી ગયા છે. આવા બિસમાર રસ્તાના કારણે વારંવાર નાના-મોટા અકસ્માત સર્જાઇ રહ્યા હોવા છતાં મેગા કંપની દ્વારા આજદિન રસ્તા રિપેરિંગમાં એક કિલો મેટ્રીક ટન માલ પણ વપરાયો નથી. દરમ્યાન મેટ્રો રેલના ઊબડખાબડ રસ્તાના રિપેરીંગ માટે મ્યુનિ. તંત્ર અને મેગા કંપની વચ્ચે ‘સમાધાન’ થયું હોય જા મેગા કંપની રિપેર ન કરે તો તંત્ર રિપેર કરશે.
શાસક ભાજપ દ્વારા છેલ્લે મળેલી સ્ટેÂન્ડંગ કમિટીની બેઠક બાદ પત્રકારો સમક્ષ ગત તા. ૧ ઓકટોબર, ર૦૧૮થી ગત તા.પ ડિસેમ્બર, ર૦૧૮ સુધીમાં રોડ રિસરફેસીંગમાં કુલ ૭૭૭પ૦ મેટ્રીક ટન માલ વપરાયો હોવાની માહિતી અપાઇ હતી. તેમાં પણ ગત તા.૧ થી પ ડિસેમ્બર સુધીમાં જ રોડ રિસરફેસીંગમાં ૧૪ર૪૪ મેટ્રીક ટન માલ ઉપયોગમાં લેવાયો છે. જાકે તંત્ર દ્વારા આગામી મે, ર૦૧૯ સુધીમાં ૩,૭૭,પ૦૦ મેટ્રીક ટન માલનો વપરાશ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે એટલે રોડ રિસરફેસીંગમાં હજુ માંડ ર૦ ટકા કામગીરી થઇ છે.
બીજી તરફ મેટ્રો રેલના કામથી શહેરભરના રસ્તા તૂટી ગયા હોઇ તેમાં પણ પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, અમરાઇવાડી અને રબારી કોલોની વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી મેટ્રોના કામથી તૂટેલા રસ્તા રિપેર થતા નથી. પૂર્વની જેમ પશ્ચિમ અમદાવાદમાં પણ મેટ્રોના કામથી ઠેરઠેર રસ્તા તૂટી ગયા છે. શાસક પક્ષ ઉપરાંત નાગરિકોમાં ભારે રોષ ફેલાતા તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેટ્રો કંપનીના એમ.ડી. આઇ.પી. ગૌતમ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી, જેમાં મેટ્રો રેલથી પ્રભાવિત રસ્તા મ્યુનિસિપલ કોર્પોરેશન રીપેર કરે તેવું સમાધાન થયું હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY