અમને હંમેશા કહેવામાં આવશે કે ઓસ્ટ્રેલિયાએ છેતરપિંડી કરી : ડીન જાંસ

0
30

મેલબર્ન,તા.૨૮
પૂર્વ ક્રિકેટર ડીન જાંસે સ્ટિવ સ્મિથ અને કેમરૂન બેનક્રોફ્ટના બોલ સાથે છેડછાડના મામલામાં હાલમાં જ આપેલા નિવેદનોમાં ‘સહાનુભૂતિ લેવાનો પ્રયાસ’ ગણાવતા તેમની ખુબ આલોચના કરી છે અને કહ્યું છે કે, આથી હંમેશા યાદ અપાવવામાં આવશે કે, ઓસ્ટ્રેલિયા દગાખોર છે. બેનક્રોફ્ટએ જ્યાં આ ઘટના માટે ડેવિડ વોર્નરને જવાબદાર ઠેરવ્યો, ત્યાં જ સ્મિથે કહ્યું કે, આ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઉચ્ચ અધિકારીઓના દર વર્ષની જીતનું પરિણામ છે.
જાંસે ‘ધ એજ’માં પોતાની કોલમમાં લખ્યું કે, આ બંન્ને ખેલાડીઓએ પોતાનું મોં ખોલવું જાઇતું ન હતું. તેઓ ચૂપચાપ પોતાના પર લાગેલ પ્રતિબંધનો સામનો કરતા અને ફરીથી ટીમમાં વાપસીની કોશિશ કરતા.સ્મિથ અને વોર્નરનો એક વર્ષનો પ્રતિબંધ માર્ચમાં પૂર્ણ થતો, જ્યારેબેનક્રોફ્ટનો નવ મહિનાનો પ્રતિબંધ ખુબ જ જલ્દી પૂર્ણ થવાનો છે.
જાંસે કહ્યું,’આ ઇન્ટરવ્યુઅર્સ તે શાસન જેટલા ખરાબ હતા, જેનો ઉપીયોગ ખેલાડીઓએ બોલને ખરોચવામાં કર્યો હતો. હું આ સાક્ષાત્કારથી આટલો પરેશાનીમાં શામાટે છું? ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી દુનિયામાં કિયાય પણ જાય છે, અમને હંમેશા યાદ અપાવવામાં આવશે કે અમે છેતરપિંડી કરી.’
તેમણે કહ્યું,’એવું લાગે છે કે, અમારા માથા પર દાગ લાગી ગયો છે, જેને અમે ભૂલાવી નથી શક્તા. આ ત્રણે ખેલાડી એટલા પ્રતિભાશાળી હતા કે યોગ્ય નિર્ણય લઇ શક્તા હતાં. અફસોસ છે કે, તેમને પોતાના કૃત્યોની સજા ભોગવવી પડશે.’ જાંસે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાઇ ક્રિકેટ પ્રશંસકોનું દિલ તોડવા માટે માત્ર વિવાદ કાફી હતો, જેના કારણે દેશની ક્રિકેટ સંસ્કૃતિની સમીક્ષા કરવામાં આવી અને ઓસ્ટ્રેલિયાના ઉચ્ચ અધિકારીઓને હટાવી દેવાયા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY