મયંકની મજાક ઉડાવનાર કોમેંટેટરને શાસ્ત્રીએ આપ્યો સણસણતો જવાબ

0
7

મેલબર્ન,તા.૨૮
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનો દબંગ અંદાજ એક વખત ફરીથી જાવા મળ્યો છે. તેમણે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને હવે કોમેન્ટેટર કૈરી ઓ કીફ દ્વારા ભારતીય ઓપનર મયંક અગ્રવાલ પર કરાયેલ એક અયોગ્ય ટિપ્પણીનો જારદાર જવાબ આપ્યો. તેમણે પોતાના નિરાલા અંદાજમાં કટાક્ષ કરતાં કહ્યું કે જ્યારે તમે (કૈરી ઓ કીફ) તમારી કેન્ટીન ખોલશો તો તેઓ (મયંક અગ્રવાલ) આવી કોફીની સ્મેલ કરવા માંગશે અને જ્યારે તેઓ પાછા ભારત ફરશે ત્યારબાદ તેની તુલના કરવા માંગશે કે અહીંની કોફી સારી હતી કે ભારતની.
તેમનો આ જવાબ સાંભળી સાથે બેઠેલા પૂર્વ આૅસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વાર્ન પોતાનું હસવું રોકી શકયા નહોતા. આપને જણાવી દઇએ કે કીફ એ મયંક દ્રારા રણજી ટ્રોફીમાં બનાવેલ ટ્રિપલ સેંચુરી પર ચુટકી લેતા મેચના પહેલાં દિવસે કહ્યું હતું કે સ્પષ્ટ પણે તેમણે (મયંક અગ્રવાલ) પોતાની પહેલી ટ્રિપલ સેન્ચુરી રેલવેના કેન્ટીન સ્ટાફની વિરૂદ્ધ બનાવી હતી. કોમેંટેટરે એમ પણ કહ્યું કે વિપક્ષી ટીમના બોલર્સ અસલમાં શેફ અને વેટર હતા. કીફ એ જ્યારે આૅન એર આ વાત કહી તો તે સમયે કોમેંટ્રી બોકસમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શેન વાર્ન અને માર્ક વા પણ બેઠા હતા.
સમજી શકાય છે કે માર્ક એ પણ મયંકની મજાક ઉડાડતા કહ્યું હતું કે તેમના ૫૦ના ફર્સ્ટ કલાસ એવરેજની તુલના આૅસ્ટ્રેલિયામાં ૪૦ની એવરેજથી કરી શકાય છે. ક્રિકેટ જગતના કેટલાંય લોકોએ કીફ ની આ કોમેન્ટની નિંદા કરી, ત્યારબાદ કીફે તેના પર સ્પષ્ટતા કરી માફી માંગી હતી. શાસ્ત્રીએ તેનો જવાબ આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY