ભારતીય ટીમ અમારાથી વધુ કાબેલ : પાકિસ્તાન કેપ્ટન

0
22

દુબઈ,તા.૨૪
એશિયા કપમાં રવિવારે ભારતીય ટીમ સામે હાર્યા બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન સરફરાઝ અહમદે ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ભારતીય ખેલાડીઓની ક્ષમતા અમારાથી સારી હતી. અમારા ખેલાડીઓ તેમની બરાબરી ન કરી શક્્યા. તેઓ અમારાથી વધુ ઉમદા સાબિત થયાં.
ભારતે ૨૩૮ રનના લક્ષ્યને ૧૦.૩ ઓવર બાકી હતી ત્યાં જ પ્રાપ્ત કરી લીધો હતો. સરફરાઝે કહ્યું, “રોહિત-ધવન જેવાં બેટ્‌સમેનને આઉટ ન કરી શકતા મેચમાં પરત આવવું મુશ્કેલ હોય છે. અમે ૨૦-૩૦ રન પણ ઓછા બનાવ્યાં.”
સરફરાઝે કહ્યું, “અમે મેચમાં કેચ પણ છોડ્યાં. કેચ છોડીને મેચ ન જીતી શકાય.” રોહિતના ૧૪ રન હતા ત્યારે ઈમામ ઉલ હક અને ૮૧ રન હતા ત્યારે ફખર જમાંએ તેમનો કેચ છોડ્યો હતો. જે બાદ રોહિતે સેન્ચુરી મારી હતી.
પાકિસ્તાન કેપ્ટને કહ્યું કે, “અમે ફાઈનલની પહેલાં સારું પ્રદર્શન કરીશું. બાંગ્લાદેશ સામેની મેચ મહત્વની હશે. અમારે અમારી ફિલ્ડીંગમાં પણ સુધારો કરવો પડશે.” મંગળવારે પાકિસ્તાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને કોઈપણ કાળે આ મેચ જીતવો જ પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY