કોંગ્રેસે પોતાના ૧૩૪મો સ્થાપના દિવસની ઉજવણી કરીઃ રાહુલ-મનમોહનસિંહે કેક કાપી

0
6

પાર્ટીના મુખ્યાલયમાં ઝંડો લહેરાવાયો
ન્યુ દિલ્હી,તા.૨૮
દેશની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી કોંગ્રેસ આજે પોતાનો ૧૩૪મો સ્થાપના દિવસ મનાવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પ્રસંગે પાર્ટીના મુખ્યાલયમાં ઝંડો લહેરાવ્યો હતો. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત પાર્ટીના અન્ય પણ મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે આ પ્રસંગે રાહુલ ગાંધી અને મનમોહનસિંહે કેક પણ કાપી હતી.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતાપાર્ટીને મ્હાત આપીને કોંગ્રેસ જાશમાં છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે એક મોટા બૂસ્ટ તરીકે આને જાવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસની સ્થાપના બ્રિટિશ રાજમાં ૧૮૮૫માં થઈ હતી. કોંગ્રેસના સંસ્થાપકોમાં દાદાભાઈ નવરોજી, એઓ હ્યૂમ, અને દિનશા વાચા જેવા મોટા દિગ્ગજા હતા. ૧૯૪૭માં જ્યારે દેશને આઝાદી મળી ત્યાર બાદ કોંગ્રેસ દેશની પ્રથમ મોટી રાજનૈતિક પાર્ટી બની.
આઝાદીથી લઈને ૨૦૧૬ સુધી થયેલી લોકસભા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ ૬ ચૂંટણીમાં બહુમતી સાથે જીત પ્રાપ્ત કરી હતી. ૪ વાર કોંગ્રેસની આગેવાનીમાં કેન્દ્રમાં ગઠબંધનવાળી સરકારો પણ બની. અત્યારસુધી દેશના સાત વડાપ્રધાન કોંગ્રેસના થઈ ચૂક્યા છે. આમાં સૌથી પહેલો નંબર જવાહરલાલ નહેરુનો હતો.
વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી ખરાબ રહી. કોંગ્રેસ માત્ર ૪૪ સીટો જ પ્રાપ્ત કરી શકી હતી, દેશમાં વ્યાપ્ત મોદી લહેરથી ભાજપે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી.
૨૦૧૪ બાદથી સતત કોંગ્રેસ રાજ્યોમાં પણ હારતી રહી પરંતુ પહેલાં પંજાબ, પછી કર્ણાટક અને હવે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જીત નોંધાવીને પાર્ટી જોશમાં છે. વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના કામમાં લાગતાં પહેલાં કોંગ્રેસ આક્રમક છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY