નીરમા કંપનીની સ્ટ્રીમ લાઇન લીકેજ થતાં બે કર્મચારીનાં મોત

0
8

ભાવનગર,તા.૨૮
ભાવનગરમાં આવેલી નીરમા કંપનીમાં મોડી રાતે દુર્ઘટના સર્જાઇ હતી જેમાં બે પરપ્રાંતિય કર્મચારીનું મોત નીપજ્યું હતું. મોડી રાતે અંદાજે બે વાગ્યાની આસપાસ સ્ટ્રીમ લાઇન લીકેજ થયું હતું. આ દરમિયાન બંને કર્મચારીનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે નીરમા કંપનીમાં મોડી રાતે અંદાજે બે વાગ્યાની આસપાસ ત્રીજા માળે આવેલી સ્ટ્રીમ લાઇન પર બે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં હતા. બંને કર્મચારીઓ લાઇન પર બેઠા હતા ત્યારે અચાનક સ્ટ્રીમ લાઇન લીકેજ થઇ હતી, જેમાંથી એક કર્મચારીએ ત્રીજા માળેથી જમ્પ માર્યો જા કે નીચે પટકાતા તેનું મોત નીપજ્યું જ્યારે અન્ય એક કર્મચારીનું ગુંગણામણથી મોત નીપજ્યું હતું.
મૃતક બંને કર્મચારી પરપ્રાંતિય હોવાનું બહાર આવ્યું છે, જેમાં એક કર્મચારીનું નામ રાજકિશોર યાદવ અને બીજા કર્મચારીનું નામ મકુજ અખ્તર અન્સારી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY