કામરેજ અને મહુવામાં બે વાહન અકસ્માતમાં બે લોકોના મોત

0
12

કોસમાડા પાટીયા પાસે જેસીબીએ બાઈકને ટક્કર મારી
સુરત, તા.૨૮
કામરેજ-મહુવા ખાતે બનેલા વાહન અકસ્માતના બનેલા બનાવોમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોધાયો હતો. પોલીસે ફેટલનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વતની અને હાલમાં સીમાડા-સરથાણા જકાતનાકા પાસે રહેતા નીખીલભાઈ બાબુભાઈ ઝડફીયાએ કામરેજ પોલીસ મથકમાં નોîધાવેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોસમાડા પાટીયા પાસે જીજે-૦૮-આર-૬૯૨૩ નંબરના જેસીબીના ચાલકે સીગ્ïનલ લાઈટ આપ્યા વગર જેસીબી મશીન ઉભુ રાખ્યું હતું. આ દરમ્યાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા મોટર સાયકલ સવારે આગળ ઉભેલા જેસીબી મશીન સાથે અથડાતા તેનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજયું હતું. જ્યારે બીજા એક વાહન અકસ્માત મોતની વિગતો એવી છે કે મહુવા અનાવલ આંગલધારા ગામ ખાતે અને દૂધની ડેરી પાસે અ્જાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારી આગળ ચલાવતા એક્ટીવા મોપેડ જીજે-૨૧-બીએ-૫૨૩૩ નંબરના ચાલકને ટક્કર મારી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે બંને ગુનામાં ફેટલનો ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY