સુરત,તા.૧૧
સ્પાઈસ જેટ એરલાઈન્સે વધું નફો નહીં રળી આપતી બે ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ૧ એપ્રિલથી સુરત-ઉદેપુર- વારાણસી અને સુરત-હૈદરાબાદની મોર્નિગ ફ્લાઈટ બંધ કરશે. આ રૂટ પર સ્પાઈટ જેટને નુકસાન થતું ન હતું.જોકે, અપેક્ષા પ્રમાણેનો નફો ન થતા આ ફ્લાઈટ બંધ કરીને ૩૧ માર્ચથી સુરતથી ભોપાલ અને સુરતથી ચેન્નઈની બે ડેઈલી ફ્લાઈટ શરૂ કરશે.
સ્પાઈટ જેટ દ્વારા નવી ફ્લાઈટ બપોરે અને સાંજે સુરત એરપોર્ટથી ઓપરેટ થશે. ઉદેપુર જવા માટે હવે સુરત વાયા ભોપાલ થઈ ઉદેપુર જઈ શકાશે. જાકે, ૨૮ માર્ચથી સમર શિડ્યુલ જાહેર થશે. જેમાં સુરતથી નવી એર કનેક્ટીવિટી શરૂ થવાની શકીયતાઓ રહેલી છે.
સમય શિડ્યુલમાં સુરતથી ઓપરેટ થતી ૩ ફ્લાઈટનો સમય ૩૧ માર્થથી બદલાશે. બેંગલોર-સુરતની ઈન્ડિગોની ફ્લાઈટ બેંગલોરથી ૫.૩૦ કલાકે ઉપડી ૭.૨૦ કલાકે સાંજે સુરત પહોંચશે. અને સુરતથી ૭.૨૦ કલાકે ઉપડી ૯.૫૦ કલાકે બેંગલોર પહોંચશે. જ્યારે કોલકતા સુરતની ફ્લાઈટ કોલકતાથી ૫.૧૦ કલાકે ઉપડશે અને સુરત ૭.૫૫ કલાકે પહોંચશે. સ્પાઈસ જેટની સાંજની સુરત-દિલ્હી ફ્લાઈટનો પણ સમય બદલાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




