સરકારે ઈ-કોમર્સ નીતિમાં ફેરફાર કરતા એમોઝન-ફ્લિપકાર્ટને ૫ હજાર કરોડનું નુકસાન થશે..!!?

0
11

નવા નિયમોનું પાલન ૧ ફેબ્રુઆરીથી કરવું પડશે
ન્યુ દિલ્હી,તા.૨૯
નાના વેપારીઓને ખુશ કરવા માટે સરકારે ઈ કોમર્સની નીતિમાં કરેલા બદલાવના કારણે એમઝોન અને ફ્લિપકાર્ટને ૫૦૦૦ કરોડનો ફટકો પડે તેવી સંભાવના છે. સરકારની નવી નિત પ્રમાણે ઈ કોમર્સ કંપનીઓ પોતાના નિયંત્રણ કે હિસ્સેદારી હોય તેવી કંપની કે વેન્ડરનો સામાન પોતાના પ્લેટફોર્મ પરથી વેચી નહી શકે.
નવા નિયમોનુ પાલન ૧ ફેબ્રઆરીથી કરવુ પડશે. એ પહેલા હવે બંને કંપનીઓ માટે પોતાના ગોડાઉનમાં પડેલો માલ કેવી રીતે વેચવો એ એક સમસ્યા છે.એક અંદાજ પ્રમાણે બંને કંપનીઓ પાસે હાલમાં લગભગ ૫૦૦૦ કરોડનો માલ પોતાના ગોડાઉનમાં પડેલો છે.
ઈ કોમર્સ કંપનીઓ ફેશન, એસેસેસરીઝ અને જેની સાથે પોતાનુ જાડાણ હોય તેવી બ્રાન્ડનો ત્રણ મહિના ચાલે તેટલા સ્ટોકનો સંગ્રહ સામાન્ય રીતે કરતી હોય છે. એમઝોન માટે આ કામ તેની પોતાની કંપની ક્લાઉડટેલ અને ફિલપકાર્ટ માટે રિટેલનેટ કરે છે.
આ કંપનીઓ નાની બ્રાન્ડ પાસે પ્રોડક્ટ વેચીને પોતાના ઈ કોમર્સ પ્લેટફોર્મ પર વેચે છે. એક અનુમાન પ્રમાણે ૫૦૦૦ કરોડ રુપિયાનો ભંડાર આ બંને કંપનીઓ પાસે પડેલો છે.જે તેમણે હવે સરકારની નવી નીતિ લાગુ થાય તે પહેલા ખાલી કરવો પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY