ચાબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતે સંભાળી, પાક-ચીનને ફટકો

0
8

ન્યુ દિલ્હી,તા.૧
સામરિક દ્રષ્ટીથી મહત્વપૂર્ણ મનાતા ઈરાનના દક્ષિણ-પૂર્વ તટ પર સ્થિત ચાબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતે સંભાળી લીધી છે. ચાબહાર પોર્ટને લઈને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વ્યાપાર સહિતના મુદ્દાઓ પર રાજી થઈ ગયા છે. આને સામરિક દ્રષ્ટિથી પાકિસ્તાન અને ચીન માટે ભારતનો જડબાતોડ જવાબ માનવામાં આવી રહ્યો છે.
૧૯૪૭માં દેશના વિભાજન બાદ આખા મધ્ય-પૂર્વ, મધ્ય એશિયા અને યૂરોપથી ભૌગોલિક રીતે અલગ થયેલા ભારતે આ દૂરીને ખતમ કરવાની દિશામાં અત્યારસુધીની સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન ત્રણેય દેશોની ચાબહાર સમુઝુતીના ક્રિયાન્વયન સંબંધિત સમિતિની ગત દિવસોમાં ચાબહારમાં પહેલી બેઠક થઈ હતી. આ દરમિયાન ઈરાને સંચાલનની કમાન ભારતને સોંપી હતી.
આ પોર્ટના વિકાસ માટે ૨૦૦૩માં જ સમજુતી થઈ ગઈ હતી. ચાબહાર પોર્ટ ભારત માટે સામરિક અને વ્યાપારી બંન્ને દ્રષ્ટીએ મહત્વપૂર્ણ છે. આના બન્યા બાદ સમુદ્રી રસ્તાથી ભારત ઈરાનમાં દાખલ થઈ જશે અને આના દ્વારા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધીના બજારમાં ભારતીય કંપનીઓ અને વ્યાપારીઓના રસ્તા ખુલ્લા થઈ જશે.
આ રીતે ભારત હવે પાકિસ્તાન ગયા વગર જ અફઘાનિસ્તાન અને તેનાથી રશિયા અને યૂરોપ સાથે જાડાઈ જશે. કંડલા અને ચાબહાર પોર્ટ વચ્ચેનું અંતર દિલ્હી અને મુંબઈ વચ્ચેના અંતર કરતા પણ ઓછું છે.
ભારત પહેલા જ ઈરાન-અફઘાનિસ્તાન સીમા પર નરાંજથી ડેલારામના ૨૧૮ કિલોમીટર લાંબા રોડને આતંકી ખોફ વચ્ચે બનાવી ચૂક્્યું છે. તો આ સાથે જ ચાબહારથી જાહેદાન સુધી રેલમાર્ગ બનાવવા માટે ભારતને જાપાને આર્થિક મદદનો પણ ભરોસો આપ્યો છે. ભારત દ્વારા નિર્મિત જરાંજ ડેલારામ રોડ દ્વારા અફઘાનિસ્તાનના ગારલેન્ડ હાઈવે સુધી આવાગમન સરળ બની જશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY