મુંબઈ,તા.૧
નવા વર્ષની શરૂઆત બજારમાં શાનદાર તેજી સાથે થઈ હતી. આજે શરૂઆતના ભલે કમજારી સાથે થઈ પમ બજારના નીચલા સ્તર પર રિકવરી જાવા મળી હતી. નિફ્ટીની કેટલીક સેશન્સ આજે કામયાબ રહી. ૧૦૯૦૦ના પાર ટકવામાં કામયાબ રહી.
સારા ગ્લોબલ સંકેતોના કારણે બજારને સહારો મળ્યો. નિફ્ટી ૧૦૯૦૦ અને સેન્સેક્સ ૩૬૦૦૦ને પાર બંધ થવામાં કામયાબ રહ્યો. આજના કારોબારમાં નીચલા સ્તરો પર નિફ્ટીમાં લગભગ ૧૦૦ અને સેન્સેક્સમાં ૩૫૦ પોઈન્ટની તેજી આવી હતી. પીએસયૂ બેન્ક અને રિયલ એસ્ટેટ શેરોમાં આજે સારી ખરીદારી જાવા મળી હતી. સ્મોલ અને મિડકેપ ઈન્ડેક્સમાં આજે સારા વધારા સાથે માર્કેટ બંધ થયુ હતુ.
આજના કારોબારમાં સૌથી વધુ તેજી ભારતી એરટેલ, ભારતી ઈન્ફ્રા, એચડીએફસી અને એચડીએફસી બેન્કના રહ્યા. તો એમએન્ડએમ, હિડાલ્કો, એચયૂએલ અને ઓએનજીસીમાં સૌથી વધુ કડાકો બોલ્યો હતો. સરકારે પૂંજી રોકાણ વધારતા આજે સરકારી બેન્કોમાં રોનક જાવા મળી હતી. યૂકો બેન્કમાં ૩ હજાર ૭૬ કરોડ રૂપિયાની રોકડ નાખવામાં આવી છે જ્યારે સેન્ટ્રલ બેન્કમાં ૧૬૭૫ કરોડ રૂપિયા નાખવામાં આવ્યા છે. તો બેન્ક ઓફ મહારાષ્ટÙમાં ૩ ટકાનો વધારો જાવા મળ્યો હતો. સેન્ટ્રલ બેન્કમાં ૧.૫ ટકાની મજબૂતાઈ જાવા મળી હતી.
એટીએફના ભાવમાં કાપથી એવિએશન શેરોમાં આજે ઉડાન ભરી હતી. દિલ્હીમાં આજે એટીએફ લગભગ ૧૪.૭૫ ટકા સસ્તુ થઈ ગયુ. આ સતત બીજીવાર કિમતોમાં ડબલ ડિઝિટમાં કાપ જાવા મળ્યો હતો. આજ કારણે જેટ એરવેજ, ઇન્ટરગ્લોસ એવિએશન અને સ્પાઈજેટમાં ૦.૫ ટકાની તેજી જાવા મળી હતી.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૮૬.૨૪ પોઈન્ટ એટલે કે ૦.૫૨ ટકાના વધારા સાથે ૩૬૨૫૪.૫૭ના સ્તર પર બંધ થયો હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૪૭.૫૫ ટકા એટલેકે ૦.૪૪ ટકાના વધારા સાથે ૧૦,૯૧૦.૧૦ સ્તર પર બંધ રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



