મોદી સરકાર-વિપક્ષ આમને-સામને થશે
ન્યુ દિલ્હી,તા.૭
સંસદનું શિયાળું સત્ર શરૂ થાય તે પહેલાં જ મોટી ગરમાગરમીના અણસારો મળી રહ્યા છે. એક બાજુ ભાજપ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ દ્વારા કોંગ્રેસના નેતાઓ સામે સવાલોનો મારો ચલાવશે તો કોંગ્રેસના નેતાઓ રાફેલ વિમાનની ખરીદીના મુદ્દાને ભાજપને ભીસમાં લેશે. આમ શિયાળું સત્રમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સાથે રાફેલ વિમાનની ટક્કર નિશ્ચિત માનવામાં આવી રહી છે.
કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીના જણાવ્યા અનુસાર કોંગ્રેસ રાફેલની ખરીદીના મુદ્દાને જારશોરથી ઉઠાવશે તેમાં કોઈ શંકા નથી કેમ કે આ મુદ્દો ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલો છે અને તેના આરોપ સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર લાગેલા છે. પ્રિયંકાના જણાવ્યા અનુસાર ફ્રાન્સમાં થયેલી તપાસ અને મીડિયા રિપોર્ટમાં અનેક પ્રકારના તથ્યો સામે આવ્યા છે. આ માટે કેન્દ્ર સરકારે એ પણ જણાવવું પડશે કે તે સંયુક્ત સંસદીય તપાસ દળની રચના, રાફેલ લડાકુ વિમાન સોદા વગેરેની તપાસથી શા માટે ભાગી રહી છે.
બીજી બાજુ ભાજપ પણ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મુદ્દે કોંગ્રેસને સવાલોના ઘેરામાં લાવી દેશે. સાંસદ કે.પી.સિંહે જણાવ્યું કે હજુ સંસદનું સત્ર શરૂ થવાને સમય છે પરંતુ આ સત્રમાં કોંગ્રેસને ઘેરવામાં આવશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ભાજપના અન્ય એક સાંસદના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીનું નામ આવ્યું હતું. સીબીઆઈ હાલ કૌભાંડના આરોપી ક્રિશ્ચિયન મિશેલની પૂછપરછ કરી રહી છે. ટૂંક સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



