વડા પ્રધાન નરેન્દ્ર મોદી અઠંગ રાજકારણી છે. તેઓ ચાણકીયને પચાવીને બેઠા છે. સંઘને કેમ સાચવવો અને પાકિસ્તાનની બોલતી કઈ રીતે બંધ કરી દેવી એની ચાવીઓ ગૂંજામાં લઈને ફરે છે. એમની વાક્છટામાંથી કડવા વેણ પણ છૂટે અને ભલભલા પથ્થરદિલ ઈન્સાનને પીગળાવી દેતી હૂંફાળી લાગણી પણ ટપકે. એક રાજપુરુષ તરીકે તેમને પ્રજાના મનમાં સળવળતા કે પ્રજાને સતાવતા પ્રશ્ર્નોની જાણ છે. આ સવાલોના તાર્કિક જવાબો આપવાની નવા વર્ષના પ્રથમ દિવસે એમને જરૂર જણાઈ હોવાનું સહેજય સમજાય છે. એક મુત્સદ્દી રાજકીય નેતાની આજ ખૂબી છે અને હોવી પણ જાઈએ.
માથે ચૂંટણીઓ તોળાઈ રહી છે. પ્રથમ ટર્મ દરમિયાન તેમણે લીધેલાં પગલાંની સારી-માઠી પ્રતિક્રિયાઓથી તેઓ વાકેફ છે. એટલે જ તેમણે નાટબંધી, રામમંદિર, સર્જિકલ સ્ટ્રાઈક સહિતના કેટલાક જનતાના દિલમાં ઘર કરી રહેલા પ્રશ્ર્નો છેડ્યા અને લોકો ભાજપ વિશે કે પોતાના વિશે કોઈ ચોક્કસ મત બાંધી લઈને મત ન આપે તો બધી મહેનત પર પાણી ફરી વળે.
મોદીજીએ સર્જિકલ સ્ટ્રાઈક વિશે દિલ ખોલીને વાત કરી. તેમની રજૂઆતમાંથી આગ ઝરતી હતી, દેશદાઝ દેખાતી હતી. દુશ્મનને એની જગ્યા બતાવી દેવાનું ઝનૂન ઝળકતું હતું. ૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ તેમણે આપણા આર્મી સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોને કહેલુંઃ સૂર્યોદય પહેલા પાછા આવી જજાઃ મિશન સફળ થાય કે નિષ્ફળ’.
કાશ્મીરના ઊડીમાં ત્રાસવાદીઓએ ભારતીય આર્મી કેમ્પ પર હુમલો કરીને ૨૦ જવાનોને ખતમ કર્ય ત્યારબાદ મોદીના દિલમાં આગ ભભૂકતી હતી. આપણી આર્મી બદલો લેવા માગતી હતી. સર્જિકલ સ્ટ્રાઈકની ગુપ્ત યોજના ઘડી કઢાઈ. મોદીએ કહ્યુ કે આ એક મોટું જાખમ હતું. પણ મેં રાજકીય જાખમની કિયારેય દરકાર કરી નથી. મેં એ જાખમી મિશનની આખી રાત માહિતી મેળવ્યા કરી હતી. મને ચિંતા હતી તો માત્ર મિશન માટે ગયેલા કમાન્ડોના જીવની.
મોદીની અને સરકારની સર્જિકલ સ્ટ્રાઈકની બાબતમાં બહુ ટીકાઓ થઈ. પરંતુ મોદીએ એ બતાવી આપ્યું કે ભારત પીછેહઠ નહીં કરે. ‘એક લડાઈ સે પાકિસ્તાન સુધર જાયેગા, પર સોચને મેં બહુત બડી ગલતી હોગી. પાકિસ્તાન કો સુધરને મેં અભી ઓર સમય લગેગા…’ મોદીજીના આ શબ્દો પણ પાકિસ્તાનની દાનત અને ભારતની નિયત વિશે ઘણું બધું કહી જાય છે.
રામમંદિરનો મુદ્દો લોકમાનસ પર છવાયેલો છે એ વાત પણ મોદીજી જાણે જ છે એટલે જ તેમણે રામમંદિરને મુદ્દે વટહુકમ લાવવાનો નિર્ણય કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી જ લેવાશે.
સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિર બાંધવા વિશેની ખટલાની સુનાવણી ચોથી જાન્યુઆરીએ રાખી છે. કાંગ્રેસના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં ‘અવરોધો’ ઊભા કર્યા એને કારણે કાનૂની પ્રક્રિયા ધીમી પડી ગઈ એ વાત પણ મોદીએ યાદ અપાવી દીધી.
‘ટ્રિપલ તલાક’ અંગેનો વટહુકમ પણ સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી જ બહાર પાડવામાં આવ્યો હતો. એટલે રામમંદિરની બાબતમાં કોર્ટના નિર્ણય પછી જ વટહુકમ લાવવાનો વિચાર કરવાનો મોદીના તર્કમાં વજૂદ છે.
દેશની સામાન્યમાં સામાન્ય પબ્લિકના મનમાંથી હજી ‘નાટબંધી’ નીકળી નથી એનો મોદીને ખ્યાલ છે, એટલે જ તેમણે નાટબંધીનો ફરી એકવાર બચાવ કર્યો.
‘મને ખબર છે કે લોકોને માટે એ મોટો ‘ઝટકો’ હતો, પણ મેં લોકોને અગાઉથી ચેતવી દીધેલા કે કાળું ધન હોય તો ડિપોઝિટ કરો. પેનલ્ટી ચૂકવીને પણ મોકળા થઈ જાવ, પરંતુ ખાસ કરીને કાળા નાણાંના ઢગલા પર બેઠેલા લોકોને લાગ્યું કે મોદી પણ અન્ય નેતાઓ જેવી જ વાતો કરે છે.’
મજબૂત મનોબળ ધરાવતા મોદીજી ધાર્યું કરવા માટે જાણીતા છે. તેઓ નુકસાની કરીને પણ પોતાની જીદ પૂરી કરશે. પાકિસ્તાન હોય કે રાજકીય વિરોધીઓ તેમને સીધાદોર કરવાની એમનામાં તાકાત છે. એટલે જ મોદીમાં મોટાભાગના લોકોને હજી વિશ્ર્વાસ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



