ન્યુ દિલ્હી,તા.૨
આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી યશંવત સિન્હા, અરુણ શૌરી તથા પ્રશાંત ભૂષણે રાફેલ મામલે આપવામાં આવેલા ચુકાદા પર સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચાર પિટિશન દાખલ કરી છે. પિટિશનમાં ૧૪ ડિસેમ્બરે રાફેલના ચુકાદાને પરત લેવા અને પિટિશન પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરવાની માંગ કરવામાં આવી છે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ચુકાદામાં અનેક ત્ર્šટિઓ છે. આ ચુકાદો સરકાર દ્વારા કોર્ટને એક સીલબંધ કવરમાં આપવામાં આવેલી એક સહી વગરની નોટમાં કરવામાં આવેલા ખોટા દાવાઓ પર આધારિત છે, જે પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. સાથોસાથ પિટિશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મામલામાં ચુકાદો સુરક્ષિત રાખ્યા બાદ અનેક નવા તથ્ય પ્રકાશમાં આવ્યા છે, જેના આધારે મામલાના મૂળ સુધી જવાની જરૂર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




