હળવદ ભાજપના આઈટીસેલ પ્રમુખ જેલ હવાલે થતાં લાજવાને બદલે ગાજતા મળતીયાઓ

0
410

મળતીયાઓ દ્વારા સોશિયલ મીડિયામાં ‘લોરીયાનું કોઇ કાય ઉખેડી નહી શકે’ તેવી પોસ્ટ ફરી કરતા ચકચાર

હળવદમાં આગચંપીના બનાવમાં નાસતા ફરતા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવાયા હતા ઝડપાયેલા આરોપીમાં હળવદ ભાજપના આઇટી સેલના પ્રમુખને નામદાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરાયાનો હુકમ કર્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં મળતીયાઓ લાજવાને બદલે ગાજી હવાતિયાં મારે છે.
બનાવની જાણવા મળતી માહિતી વિગતો મુજબ હળવદની શાંતિમાં પલિતો ચાંપનારા હળવદ ભાજપ આઈટીસેલના પ્રમુખને પોલીસ દ્વારા ઝડપી લેવાયા હતા અને નામદાર કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો જ્યારે બીજી તરફ ભાજપના આઇટી સેલના પ્રમુખ આ બનાવમાં સંડૉવણી ખુલતા રાજકીય આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો તો સાથે જ ભાજપના આઈટીસેલના પ્રમુખ ઝડપાઈ જતા હળવદ ભાજપમાં સોપો પડી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ભોજનાલય ચલાવતા ભાજપના આઈટીસેલ ના પ્રમુખ હિતેશ લોરીયા પોતે કંઇ કર્યુ જ ના હોય તેમ ખુલ્લેઆમ હરતો ફરતો હતો પરંતુ આખરે હિતેશ લોરિયાને રમખાણો મામલે હળવદ પોલીસે દબોચી લેતાં આઈટી સેલ પ્રમુખની હવા નીકળી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. અત્રે યાદ રાખવુ જ રહયુ કે કાયદો બધા માટે સરખો જ હોય છે કાયદાથી કોઈ પર છે જ નહી.
જ્યારે બીજી તરફ આઈટીસેલ પ્રમુખની ધરપકડ થતા હળવદમાં અમુક નઠારા તત્વો દ્વારા જાણે આઈટી સેલ પ્રમુખે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તેમ તેના સમર્થનમાં તેના મળતીયાઓ દ્વારા સોશિયલ મીડિયામાં લોરીયાનું કોઇ કાય ઉખેડી નહી શકે તેવી પોસ્ટ ફરતા કરવામાં આવ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
જ્યારે બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે હળવદની શાંતિમાં પલી ચાપનાર અને પોલીસના હાથે ઝડપાયેલ આઈટી સેલ પ્રમુખ સામે ભાજપ પક્ષ શું કોઇ કાર્યવાહી કરશે કે કેમ ! જેવા અનેક સવાલો હાલ હવે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે
અંતે હાલ તો આઈટી સેલ ના પ્રમુખ જેલ ની હવા ખાઈ રહયા છે, મારુ કોઈ કાઈ બગાડી ન શકે તેવી ડંફાસ મારનાર ની હાલ તો હવા નીકળી ગય છે હળવદ પંથકમાં આયટીસેલના પ્રમુખ ના કાટક્ષ વાળા મેસજ ફરતા થતા ભળ શિયાળે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY