તારીખ 30 ડિસેમ્બરથી મનીષાબેન બ્રહ્મભટ્ટ દ્વારા આયોજન કરાયેલી કથા આજે 5 જાન્યુઆરી એ પૂર્ણ થશે,ખુબ મોટી સંખ્યામાં ભક્તોએ કથાનો લાભ લીધો
રાજપીપળા: રાજપીપળા દોલત બજારમાં આવેલા શિવશક્તિ ધામ ખાતે 30 ડિમ્બરથી શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત થઈ હોય શ્રી ભદ્રેશભાઈ દવેના મધુર કંઠે શરુ કરાયેલી આ કથા નું આયોજન ભવદીય મનીષાબેન બ્રહ્મભટે કર્યું છે ત્યારે હાલ ચાલી રહેલી કથામાં નૃસિંહ જન્મ,વામન જન્મ,રામ જન્મ,કૃષ્ણ જન્મ,ગોવર્ધન લીલા,રુક્મણિ વિવાહ સહિતના પ્રસંગોનું તારીખ 4 જાન્યુઆરી સુધી શ્રી ભદ્રેશભાઈ દવે વ્યાસપીઠ પરથી એમના મધુર કંઠે રસપાન કરાવ્યું હતું અને આજે તારીખ 5 જાન્યુઆરીએ કથાના વિરામ બાદ સવારે 10 થી 12 દરમિયાન હવન અને સાંજે 7 વાગે પોથીયાત્રા નીકળશે એમ કથાના આયોજક મનીષાબેન બ્રહ્મભટે જણાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




