ગોંડલ,તા.૪
ગોંડલમાં જીએસટી વિભાગ દ્વારા ગત સપ્તાહે છ પેઢી પર દરોડા પાડી સાહિત્ય કબ્જે કરી તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાંની બે પેઢી પાસે રૂપિયા ૬૭ લાખ કર પેટે સરકારી તિજારીમાં ભરપાઇ કરાવતા અન્ય કરચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગત ૨૮ ડિસેમ્બરના જીએસટી વિભાગ દ્વારા ગોંડલના વિષ્ણુજી રિફાઇનરી, જય ભોલે ઇન્ડસ્ટ્રીઝ, ગીતા ઓઇલ મીલ, એગ્રી કોટન તેમજ લક્ષ્મી જીન પ્રાઇવેટ લિમિટેડ અને પ્રિયાંશ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડી સાહિત્ય કબજે કરી ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જીએસટી વિભાગના અધિકારીઓએ સાહિત્ય ચકાસણી દરમ્યાન ગોંડલ બે પેઢી માં હિસાબી આંકડામાં ક્ષતિ જણાતા લક્ષ્મી કોટન જીન પ્રા લિ ને રૂપિયા ૪૦ લાખ અને પ્રિયાંશ એન્ટરપ્રાઇઝને રૂપિયા ૨૭ લાખ ભરપાઇ કરાવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




