ટ્રોલ થતા જાણીતી મૉડલ લિંડસે લોહાને તસ્વીર કરી ડિલીટ

0
13

લોસ એંજલ્સ,તા.૫
લિંડસે લોહન હાલનાં દિવસોમાં એક તસ્વીરને લઈને ખુબ ચર્ચામાં છે. તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીર શેર કરી હતી. તે ફોટોમાં લોહાન એક સોફા પર બેઠેલી નજરે આવી હતી. લિંડસે લોહાનાએ જેવી તસ્વીરને શેર કરી, ત્યારબાદ સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી તેની નિંદા કરવાનું શરૂ કરી દીધું હતું.
લિંડસે લોહાને ઈસ્લામ ધર્મને અપનાવ્યો છે. તે અગાઉ પણ મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી ચર્ચામાં રહી હતી. ગત વર્ષ ફેબ્રુઆરીમાં લિંડસે લોહાને લંડન ફેશન શોમાં હિજાબ પહેરીને રેંપવોક કર્યો હતો. તેણે હિજાબ પહેરેલા વીડિયોને પણ પોતાના ઈન્ટાગ્રામ પર શેર કર્યો હતો. જણાવી દઈએ કે હિજાબને યૂરોપમાં ગુલામીની નિશાની તરીકે ઓળખાય છે. લિંડસે લોહાન આ પહેલા પણ હિજાબ પહેરી ચૂકી છે.
આ બાબતે લોકોએ તેને સોશિયલ મીડિયા પર કોમેન્ટ્‌સ કરતા જણાવ્યું કે, જા તમે સાચા મુસલમાન હોવ તો બોલ્ડ તસ્વીરો શેર ન કરી શકો. તમે કુરાન વાંચી હોય તો તમને કઈ શીખ નથી મળી? તે સિવાય પણ ઘણા યૂઝર્સે તેને ટ્રોલ કરી છે. આ બધા નિવેદનોને જાઈને લિંડસે લોહાને પોતાની બોલ્ડ તસ્વીરને સોશિયલ મીડિયામાંથી હટાવી દીધી છે. પરંતુ તેની આવી તસ્વીરોના કારણે તે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY