આહવામાં ગરીબ કલયાણ મેળામાં છ હજાર લાભાર્થીઓને ૩૨ કરોડની સાધન સહાય

0
37

આદિવાસી પ્રજાજનોને મળેલી વિકાસની તક ઝડપી લઈ વિકાસની હરોળમાં અગ્રેસર થવાનો મંત્રીનો અનુરોધ
આહવા, તા.૫
અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પ્રદેશમાં વસતા અંદાજીત ૧.૮૭ કરોડ આદિવાસી પરિવારોનાં સવાગિણ ઉત્કર્ષ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ, અનેકવિધ સંવેદનશીલ નિર્ણયો ત્વરિતતાથી લઇને, વંચિતોના વિકાસની નેમ વ્યક્ત કરી છે તેમ, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું.
વચેટિયા પ્રથાને નેસ્તનાબૂદ કરવાનું અભિયાન એટલે રાજ્ય સરકારનો ગરીબ કલ્યાણ મેળો તેમ સ્પષ્ટપણે જણાવતા મંત્રી શ્રી પાટકરે, ગરીબ કલ્યાણ મેળાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને ઘરઆંગણે હાથોહાથ વિવિધ સાધન-સહાય પહોચાડવામાં આવી રહી છે. જેનો સદ્ઉપયોગ કરીને, આદિવાસી સમાજને મળેલી તક ઝડપી લેવાનું પણ આહ્વાન કયુ હતું.
વન વિભાગની માલિકી યોજનાના લાભ સાથે જેટલા વૃક્ષ કાપવામાં આવે છે, તેની સામે જરૂરી વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ કરતા રાજ્ય વન મંત્રી શ્રી રમણલાલ પાટકરે, ડાંગ જિલ્લામાં જળસંચય ક્ષેત્રે વહી જતા પાણીને રોકવા માટેના હાથ ધરાયેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. ગ્રામીણ પ્રજાજનોને તેમના રોજીંદા સરકારી કામો માટે કચેરીઓ ખોટા ધક્કા ખાવા ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કરતા મંત્રી શ્રી રમણલાલ પાટકર સહિત ઉપસ્થિ મહાનુભાવોએ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને વિવિધ સાધનસહાય અર્પણ કર્યા હતા. દરમિયાન સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના (ગુજરાત પ્રદેશ)નાં અધ્યક્ષ શ્રી સરદારસિંહ બારૈયાએ વચેટિયા-એજન્ટપ્રથાને નાબુદ કરીને, જરૂરિયાતમંદ લાભાર્થીઓને સીધેસીધા-હાથોહાથ વિવિધ યોજનાકિય લાભો પહોચાડવાના આ અભિયાનનો શ્રેય, તત્કાલિન મુખ્યમંત્રી-વ-હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે તેમ જણાવ્યું હતું. રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો ખ્યાલ આપતા શ્રી બારૈયાએ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ રાજ્ય અને કેન્દ્ર સરકારે વિવિધ કાર્યક્રમો અમલી બનાવ્યા છે, તેમ ઉમેયુ* હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મહિલા કલ્યાણલક્ષી યોજનાઓને કારણે આજે દેશભરની મહિલાઓનું સશક્તિકરણ થયું છે તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી બીબીબેન ચૌધરીએ, જુદી જુદી કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લઇને સૌને પગભર થવાનું આહ્વાન કયુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી, કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ડાંગ જિલ્લાના ૧૧માં ચરણનાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણીલાલ ભૂસારા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.પવારના માર્ગદર્શન હેઠળ આહવાની એકલવ્ય સ્કૂલ સહિત સરકારી માધ્યમિક શાળા, ગુરૂકુળ વિદ્યાલય-ભદરપાડાના વિદ્યાર્થીઓએ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. જ્યારે ડાંગની ભાતિગળ લોકસંસ્કૃતિની ઝાંખી કરાવતા તમાશા તથા ડાંગી નૃત્યોની પણ અહીં ઉપસ્થિત મહાનુભાવો તથા લાભાર્થીઓએ મોજ માણી હતી. સરકારી માધ્યમિક શાળા-આહવાની બાળાઓએ સ્વાગત ગીત, અને પ્રાર્થના પણ રજુ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY