લક્ઝરી બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા ઘરેણા ભરેલ પાર્સલ સગેવગે

0
13

જ્વેલર્સ સાથે રૂ.૧૧.૩૭ લાખની છેતરપિંડી કરાતા ફરિયાદ
સુરત, તા.૫
નવસારીના જ્વેલર્સમાં વેપારીનું સોનાના દાગીના વાળુ પાર્સલ લક્ઝરી બસના ડ્રાઈવર અને કંડક્ટર સહિતના ત્રણ વ્યક્તિએ લઈ સોની સાથે વિશ્વાસઘાત ચેતરપિંડી કરી હોવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવસારી રૂષભ રેસીડેન્સીમાં રહેતા અને જ્વેલર્સનો ધંધો કરતા વિપુલભાઈ બંસીલાલ શાહે આરોપી દીપસિંહ ખેદરાજસિંહ સોઢા (બસ ચાલક), અર્જુનસિંહ સબલસિંહ સોઢા (કંડક્ટર), હનુમાન રણજીતરાય ભીલે (રહે. રાજસ્થાન) વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ૩૫ તોલા સોનાના દાગીનાનું પાર્સલ કિંમત રૂ.૧૧,૩૭,૫૦૦નું લઈ જઈ છેતરપિંડી કરી હતી. આ બનાવ વરાછા પારસી પંચાયત ખાતે આવેલ લક્ઝરી બસના પાકિ*ગમાં બન્યો હતો. વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY