વર્ષ-૨૦૧૮માં ટ્રાફિકના ભંગ બદલ વડોદરા પોલીસે ૪ કરોડ વસૂલ્યા

0
11

વડોદરા,તા.૮
વડોદરા શહેર ટ્રાફિક પોલીસે વડોદરા શહેરમાં વર્ષ-૨૦૧૭-૧૮માં શહેરમાં બનેલા રોડ અકસ્માતના બનેલા બનાવોના આંકડા રજૂ કર્યા છે. ટ્રાફિક પોલીસ તંત્રનું માનવું છે કે, રોડ સેફ્ટીના કડક નિયમોના અમલથી અકસ્માતના બનાવોમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ-૨૦૧૭માં ૧૮૬ અને વર્ષ-૨૦૧૮માં ૧૮૨ વ્યકિતઓના ફેટલ અકસ્માતમાં મોત નીપજ્યા હતા. તે સામે
વર્ષ-૨૦૧૮માં ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂપિયા ૪ કરોડનો દંડની વસુલાત કરી છે. જાકે, ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ ઓટો રિક્ષા, સ્કૂલવાન તેમજ શહેરમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરીને દોડતી રિક્ષાઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જે ટ્રાફિક પોલીસ તંત્રની બેવડી નિતી બતાવે છે.
મદદનીશ પોલીસ કમિશનર અમિતા વાનાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વર્ષ-૨૦૧૭માં ફેટલ અકસ્માતના ૧૭૦ બનાવો બન્યા હતા. અને વર્ષ-૨૦૧૮માં ૧૭૧ બનાવો બન્યા હતા. વર્ષ-૨૦૧૭માં ફેટલ અકસ્માતમાં ૨૪૧ મહિલાઓ અને વર્ષ-૨૦૧૮માં ૨૦૪ મહિલાઓના મોત નીપજ્યા હતા. વર્ષ-૨૦૧૭માં અકસ્માતના કુલ ૭૧૪ બનાવો બન્યા હતા. જ્યારે વર્ષ-૨૦૧૮માં અકસ્માતના ૬૩૬ બનાવો બન્યા હતા. આમ વર્ષ-૨૦૧૭ કરતા વર્ષ-૨૦૧૮માં ૭૯ અકસ્માતના બનાવો ઓછા બન્યા છે. જે ટ્રાફિક અવરનેસના કારણે શકીય બન્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY