વડોદરામાં મેડિકલમાં ભીષણ આગ લાગતાં ખળભળાટ : બે કલાકે કાબૂમાં આવી આગ

0
172

વડોદરા,તા.૧૯
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલય પાસે શિતલ કોમ્પ્લેક્ષ સ્થિત મેડિકલ સ્ટોરમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. જાકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. ફાયર બ્રિગેડને આગ કાબુમાં લેતા બે કલાક જેટલો સમય લાગ્યો હતો. આ બનાવને પગલે માર્ગ પરના વાહન વ્યવહાર ઉપર અસર પડી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયની પાસે મુખ્ય માર્ગ ઉપર શિતલ કોમ્પ્લેક્ષમાં શિતલ મેડિકલ સ્ટોર આવેલો છે. આ સ્ટોરના માલિક ડાહ્યાભાઇ શાહ છે. શુક્રવારે સવારે ૯ કલાકે રાબેતા મુજબ દુકાન શરૂ થઇ હતી. કર્મચારીઓ પણ દુકાનમાં આવી ગયા હતા. બે ફ્લોરની દુકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં દવાનું વેચાણ થાય છે. અને પ્રથમ માળે દવાઓનો સ્ટોક કરવામાં આવે છે.
ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા પ્રમાણે સવારે મેડિકલ સ્ટોરમાં આગ ફાટી નીકળી હોવાનો મેસેજ મળતાજ દાંડિયા બજાર અને જી.આઇ.ડી.સી.ની ફાયર બ્રિગેડની બે ગાડી સ્થળ પર પહોંચી હતી. અને આગની જ્વાળાઓ ઉપર પાણી મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. મેડિકલ સ્ટોરમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આગને કારણે માંજલપુર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. આ બનાવ બનતા જ કૂતુહલવશ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY