વડોદરા,તા.૮
ઓન લાઈન ફાર્મસી બંધ કરવાની માંગ સાથે વડોદરાના દવાના વેપારીઓ દ્વારા આજરોજ કાળા વાવટા સાથે રેલી યોજી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
ઓન લાઈન ફાર્મસી દ્વારા કરવામાં આવતા દવાના વેચાણ સામે સમગ્ર દેશમાં ભારે વિરોધ ઉભો થયો છે. ઓન લાઈન ફાર્મસીના નામે ગ્રાહકો સાથે થયી રહેલ છેતરપીંડી ને ધ્યાન માં રાખી સુપ્રીમ કોર્ટમાં પી આયી એલ દાખલ પણ કરવામાં આવી છે.પરંતુ ઓન લાઈન ફાર્મસી દ્વારા દવા ઓ નું વેચાણ બંધ કરવા માં નથી આવ્યું, જેને લઈ આજરોજ ધી કેમિસ્ટ એન્ડ દ્રગીષ્ટ એશોશીયેશન વડોદરા દ્વારા કાળાવાવટા સાથે રેલી યોજી ભારે સુત્રોચાર સાથે જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવા માં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



