સેન્સેક્સમાં ૧૩૦ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીએ ૧૦૮૦૦ની સપાટી કુદાવી

0
7

મુંબઇ,તા.૮
ભારે ઉતાર-ચઢાવ વચ્ચે કારોબાર વચ્ચે આજે મજબુતી સાથે કારોબાર બંધ થયો છે. આજના કારોબારમાં સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટની મજબૂતી સાથે ૩૬૦૦૦ પર બંધ થયો છે. તો નિફ્ટી ૧૦૮૦૦ને પાર ટકવામાં સફળ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ મજબૂતાઈ જાવા મળી હતી.
આ ઈન્ડેક્સમાં લગભગ ૨૦૦ પોઈન્ટનો વધારોલ નોંધાયો છે. મિડકૈપમાં દબાણના કારણે ઈડેક્સ લાલ નિશાન પર બંધ થયો છે. સેક્ટર સ્પેસિફિકની વાત કરીએતો સરકારી બેન્કો, ખાંડ અને પેપરના શેરોમાં તેજી જાવા મળી હતી.
આજના સૌથી વધારે વધતા અને ઘટતા શેરોમાં સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, યસબેન્કમાં આજે સૌથી વધુ વધારો નોંધાયો હતો. જ્યારે જી એન્ટરટેનમેન્ટ, કોટક બેન્ક, યૂપીએલ અને બીપીસીએલમાં સૌથી વધુ કડાકો બોલ્યો હતો.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સની વાત કરીએતો સેન્સેક્સમાં ૧૩૦.૭૭ પોઈન્ટ એટલેકે ૦.૩૬ ટકાના ઉછાળા સાથે ૩૫૯૮૦.૯૩ સ્તર પર બંધ થયો છે. તો એનસીઈના ૫૦ શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સમાં ૩૦.૩૫ એટલેકે ૦.૨૮ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો અને વધારા સાથે ૧૦૮૦૨.૧૫ના સ્તર પર બંધ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY