ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાંએ જીલ્લામાં પ્રોહી તથા જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ માર્ગદર્શન તથા ઇન્ચાર્જ પો.ઇન્સ.કે.જે.ઘડુકની સીધી સુચના આધારે પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ એલ.સી.બી ભરૂચની ટીમને બાતમીના આધારે કવીઠા ગામ ભાથીજી મંદિર જુની વસાહત ખાતેથી આરોપી કિર્તન ઉર્ફે કિરણ અમરતલાલ વસાવા રહે.કવિઠા ગામ ભાથીજી મંદિર પાસે જુની વસાહત તા.જી.ભરૂચ નાઓને ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ ક્વાટર તથા બોટલ નંગ-૮૬ કિ.રૂ.૯,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૪,૦૩૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૫૫૦૦/- કુલ્લે મુદ્દામાલ કિ,રૂ.૧૮,૫૩૦/- પકડી પાડી વધુ તપાસ અર્થે નબીપુર પો.સ્ટે. તરફ મોકલી આપેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





