સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ પ્લેટફોર્મ પર જન જાગૃતિ રેલી યોજાઈ…

0
13

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત બનાવવાના સ્વપનના સાકાર કરવા સ્વચ્છ રેલ્વે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા ડિવિઝનમાં આવતું ભરૂચ રેલ્વે સ્ટેશન પર લોકોને સ્વચ્છતા અંગે જન જાગૃતિ અર્થે રેલ્વે પ્લેટફોર્મ પર રેલ્વે ના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક યોજના વડોદરા ના એસ.કે.શુકલા ના અધ્યક્ષ સ્થાને સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ અને રેલ્વેના સફાઈ કર્મીઓ અને કર્મચારીઓ દ્રારા રેલી કાઢી લોકોને જાગૃત કર્યા હતા.

આ પ્રસંગે મંડળ વાણિજ્ય પ્રબંધક પી.એમ વડોદરાના એસ.કે.નાયર,ભરૂચ સ્ટેશન સુપરિટેન્ડ ડી.કે.રાજુલ,મંડળ વાણિજ્ય નિરીક્ષક પી.એન.પરમાર સહિત વિવિધ સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY