અંકલેશ્વરમાં બેન્કના કેશિયરની નજર ચૂકવી ગઠીયો ૨૦.૫૦ લાખ રોકડાં લઈ પલાયન.

0
79

ગતરોજ સાંજના સમયે અંકેલશ્વર ની પ્રતિન ચોકડી પાસે આવેલ આઇસીઆઇસીઆઇ બેંકની મહિલા કર્મચારી પાસેથી નજર ચૂકવી એક શખ્સ બેંકમાં કાઉન્ટર ઉપર થી નાણાં લઈને પલાયન થઈ જતાં બેંક કર્મીઓ દોડતાં થયા હતાં.

મળતી માહિતી મુજબ અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કમાં અજાણ્યા ગઠિયાએ પ્રવેશ કરી મહિલા બેંક કર્મચારીની નજર ચૂકવીને રૂપિયા ૨૦.૫૦ લાખની ઉઠાંતરી કરી પલાયન થઈ જતાં ચકચાર મચી જાવા પામી છે.

ગતરોજ સાંજના આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારી કોઈ કામમાં હતા તે દરમ્યાન અજાણ્યો ગઠિયો ઉંમર અંદાજે ૨૦ થી ૩૦ વર્ષનો બેંકમાં પ્રવેશ કરી બેંક કર્મી મહિલાએ કાઉન્ટર ઉપર મુકેલા ૨૦૦૦ની નોટોના બંડલ તથા ૫૦૦ની નોટનું એક બંડલ એમ કુલ મળી ૨૦.૫૦ લાખની ઉઠાંતરી કરી રફુ ચક્કર થઈ જતા બેંક કર્મચારી તથા મેનેજમેન્ટના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં.

જોકે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિન ચોકડી માણસોની અવાર જવર થી ભરચક રહે છે અને તેવામાં બેંક માંથી આટલી મોટી રકમ કોઈ ગઠિયા દ્રારા ઉઠાવી જવી બેંક કર્મીઓની નોકરી પ્રત્યેની બેદરકારજી સામે આવી હોય તેમ લાગી રહ્યું છે.

બનાવની જાણ અંકલેશ્વર પોલીસ મથકે કરાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને ફરિયાદ દાખલ કરી બેંકમાં મુકવામાં આવેલ સીસીટીવી ફૂટેજ મેળવી ગઠિયાને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
–

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY