રાજપીપળા નગરપાલિકા દ્વારા ગુરુવારે યોજાયેલ સેવાસેતુમાં ફક્ત 278 લાભાર્થીઓ નોંધાયા

278 પૈકી 12 આકારણી 12 જન્મમરણ 65 મિલકત વેરા સહિત કુલ 89 અરજીઓનો પાલિકા દ્વારા સ્થળ પર નિકાલ થયો
રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા કે જેની ઘણા વર્ષોથી આર્થિક સ્તિથી નબળી કરતા ખરાબ કહી શકાય એવી છે છતાં સરકાર દ્વાા લાભાર્થીઓના લાભ માટે અપાયેલા સેવા સેતુ જેવા કાર્યક્રમો માટે ખર્ચ કરવા પડે છે પરંતુ આવા કાર્યક્રમો થકી લાભાર્થીઓની અરજીઓ નો સ્થળ પર નિકાલ થતો નથી માત્ર પાલિકાને લગતી અરજીઓ નોજ સ્થળ પર નિકાલ થતી જોવા મળે છે ત્યારે આવા કાર્યક્રમો ફક્ત સરકારની પ્રસિદ્ધિ માટેજ શરૂ કરાયા હોય એમ લાગે છે કેમકે અગાઉ પાલિકા દ્વારા રખાયેલા આવા સેવા સેતુ માં અન્ય ખાતાઓની હજારો અરજીઓ જેતે ામાં પેન્ડિંગ પડેલી છે જેમાં અરજદારો પાસે એફિડેવિટ સહિતના ખર્ચ કરાવ્યા બાદ પણ છ છ મહિના થવા છતાં એમના દસ્તાવેજો હજુ મળ્યા નથી સાથે સાથે સેવા સેતુની શરૂઆત માં દરેક વિભાગના ટેબલો આ કાર્યક્રમમાં ગોઠવાતા હતા પરંતુ હાલ મોટા ભાગના વિભાગ માંથી કોઈ ફરકતું નથી જેથી લાભાર્થીઓ ખાલી ધક્કા ખાઈ પરત ફરે છે ત્યારે આવા કાર્યક્રમો જાણે માત્ર પાલિકાના ખોટા રૂપિયા વેડફવા માટે અને સરકારની પ્રસિદ્ધિ માટેજ કરાતા હોય એમ લાગે છે.
બોક્ષ :ગત સપ્ટેમ્બરમાં પાલિકા દ્વારા યોજાયેલા સેવા સેતુ માં મામલતદાર વિભાગની 700 જેવી અરજીઓ આવેલી જેમાં આવક જાતિના દાખલા સ્થળ પર મળશે એવી આશા રાખી લાભાર્થીઓ આવ્યા પરંતુ એ પૈકી મોટાભાગના લાભાર્થીઓને હજુ સુધી આ દાખલ મળ્યા નથી
બોક્ષ : જયારે 2019 ના વર્ષ નો પેહલો સેવા સેતુ ગુરુવારે પાલિકા દ્વારા થયો જેમાં 278 અરજદારોમાંથી માત્ર 89 પાલિકાની અરજીઓનો સ્થળ પર નિકાલ થયો, બાકીની અન્ય વિભાગની અરજીઓનો ક્યારે નિકાલ થશે એ રામ જાણે,અગાઉ થયેલા સેવા સેતુના કાર્યક્રમોમાં હજારો લાભાર્થીઓને પાલિકા સિવાયની અન્ય અરજીઓના દસ્તાવેજો ટલ્લે ચઢ્યા છે આ માટે કલેક્ટરને પણ જાણ કરાઈ છે ત્યારે હવે શું થશે એ જોવું રહ્યું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




