ભુજ કચ્છ: પોલીસ મહાનિરિક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજ નાઓની સરહદી રેન્જ ભુજ વિસ્તારમાં પ્રોહીની બદી ને નેસ્ત નાબૂદ કરવા સારું કડક અમલવારી કરવા મળેલ સૂચના આધારે જી.એમ.હડિયા પો.સ.ઇ. આર.આર.સેલ ભુજ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ હેડકો નરપતસિંહ, અ.હેડ.કોન્સ. મહેન્દ્રસિંહ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો રાધનપુર ભાભર ત્રણ રસ્તા ઉપર પ્રોહી વોચ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભાભર તરફથી એક આઇસર ગાડી નંબર જી.જે.૬ એવી ૭૮૨૬ માં એક ઈસમ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ભરી રાધનપુર તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે રાધનપુર ભાભરત્રણ રસ્તા નાકા બંધી કરી ભજનારામ લાડુરામ વિશ્ર્નોઈ રહે સંઘડવા રાજસ્થાન વાળાને આઈશર ટ્રકમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બોટલ ૨૮૫૬૦ કી.રૂ.૨૮,૫૬,૦૦૦/-, મો.ફોન.૧ કિ.રૂ.૧૦૦૦,ગાડી કી.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૩૮,૫૭,૦૦૦/- ના મુદ્દામાલન સાથે પકડી પાડેલ હોઈ જે અંગે રાધનપુર પો.સ્ટે.માં ગુન્હો નોંધાવેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





