સિક્યુરિટી ચોર ટોળકી દ્વારા કરાયેલી ચોરીની
કરોડો રૂપિયાનો માલ ચોરનાર ચોર ગેંગના મુખ્ય આરોપીની તત્કાળ ધરપકડ કરવા માર્કેટના વેપારીઓની માંગ
સુરત, તા. ૧૧
રાધાકૃષ્ણ ટેક્ષ્ટાઈલ માર્કેટની દુકાનોમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ ડુપ્લીકેટ ચાવીથી રવિવારે રજાના દિવસે દુકાનોના શટર ખોલી સાડી તેમજ ડ્રેસ મટીરિયલ અને પાર્સલોની ચોરી કરવામાં આવતી હોવાનો ખુલાસો થતા વેપારીઅો દ્વારા આજે ત્રીજા દિવસે પણ માર્કેટ બંધ રાખી ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવાની અને મુખ્ય આરોપીને ઝડપી પાડવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્ના છે.
આરકેટી ખાતેથી મળતી માહિતી મુજબ આજે સવારે વેપારીઓ અને કામદારો રાબેતા મુજબ માર્કેટ પર આવ્યા હતા. માર્કેટમાં અગાઉથી જ ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા આ સમગ્ર ચોરી પ્રકરણની તટસ્થ તપાસની માંગ સાથે આજે ત્રીજા દિવસે પણ માર્કેટની તમામ ૪૦૦૦ જેટલી દુકાનો સજ્જડ પણે બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. કરોડો રૂપિયાની ચોરી પ્રકરણમાં ચોરીની ફરિયાદ થવી જાઈએ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ થવી જાઈએ. સ્થાનિક સલાબતપુરા પોલીસ મથકનો સ્ટાફ માર્કેટના સિક્યુરિટી સાથે મેળાપીપણું ધરાવે છે. તેથી આ સમગ્ર પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થવી જાઈએ જે વેપારીઓ ફરિયાદ નોંધવા માંગે તે તમામની ફરિયાદ લેવી જાઈએ. સલાબતપુરા પોલીસ તમામ વેપારીઓ વતી ફરિયાદ નોંધવાની વાત કરે છે તે વેપારીઓને માન્ય નથી.
માર્કેટના સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ દુકાનોમાંથી કરોડો રપિયાના માલ સામાન, સાડી, ડ્રેસ, મટેરિયલ અને પાર્સલોની ચોરીમાં મુખ્ય માથાઓ મુખ્ય સાગરીતોની પણ ધરપકડ થવી જોઈએ. નાના સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરીને મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્ના છે. માર્કેટમાંથી ચોરીનો માલ ખરીદનારાની પણ ધરપકડ થાય તો આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે. એટલે આજે પણ વેપારીઓ શાંતિપૂર્વક આરકેટી સામે બેસી વિરોધ પ્રદર્શન ધરણા કરી પોલીસ સમક્ષ પોતાની ફરિયાદો નોંધાવી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



