પાંડેસરામાં નેશનલ ઈન્ડિયા કંપનીના ગોડાઉનમાંથી ચોરી

0
6

ગોડાઉનમાંથી રોકડા રૂ.૨.૫૯ લાખ ચોરાયા
સુરત, તા. ૧૧
પાંડેસરા ખાતે આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ નેશનલ ઈન્ડિયા પ્રાઈવેટ કંપની લિમિટેડના ગોડાઉનમાંથી રોકડા રૂ.૨,૫૯,૭૦૦ની ચોરી થઈ હતી.
સુરત શહેરના ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરા ખાતે દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે રોશની કોર્પોરેશન નેશનલ ઈન્ડિયા પ્રાઈવેટ કંપની લિમિટેડની ગોડાઉનનું શટર ઉંચુ કરી અજાણ્યા તસકરો ગોડાઉનમાં પ્રવેશી ગયા હતા અને ધંધાના રોકડા રૂ.૨,૫૯,૭૯૦ની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે વિનોદ ખોડાભાઈ પટેલે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY