ચાર ભાગીદારોએ મળીને એક ભાગીદારને માર માર્યો
સુરત, તા. ૧૧
પાણીના ધંધામાં ભાગીદારી છુટી કરવા બાબતે થયેલી બબાલ લીંબાયત પોલીસ મથકે પહોંચી હતી.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાદરા હરિઓમ નગરમાં રહેતા જયસુખ વલ્લભ હડીયાએ આરોપી વશરામ કાનજી વાઘમશી, નિહિલ વાઘમશી, યોગેશ, નરેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીને પાણીના ધંધાની ઓફિસ વૃંદાવન ખાતે બોલાવ્યો હતો. જ્યાં ધંધામાંથી અલગ થઈ જવાની વાતો કરી ફરિયાદી અને વલ્લભભાઈને ગાળો આપી લોખંડની પાઈપથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. લીંબાયત પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





