રાજપીપળા ખાતે આવેલી નાંદોદ ઈધરામાં વારસાઈ વેચાણની અરજીના નિકાલ માટે પૈસા આપી કામ થતું હોવાની બૂમ

0
28

નરેન્દ્ર મોદીનો વચેટિયાઓને દૂર કરવાનો પ્રયાસ રાજપીપળામાં સફળ થાય એમ નથી લાગતું

વારસાઈ વેચાણની અરજી માટે કચેરીના એક અધિકારી ધક્કા ખવડાવે ત્યારબાદ કાચેરી બહાર ફરતા એમના એજન્ટો વચ્ચે પડી 2500 રૂપિયા લઈ કામ કરી આપે છે 

અગાઉ આવાજ એજન્ટો જનસેવામાં દાખલ માટે 500 રૂપિયાનું ઉઘરાણું કરતા હતા એ બાબતે અમે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા એ હાલ ફરી સક્રિય થયા હોય તો એમની સાે ોની સાઠગાંઠ

રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી મામલતદાર કચેરી હસ્તક આવતી ઈધરા ની ઓફિસ માં અરજદારો લુંટાતા હોવાની બૂમ સંભળાઈ રહી છે ત્યારે અરજદારે જો વારસાઈ વેચાણ માટે અરજી કરી હોય તો કચેરીના કોઈ એક અધિકારી ધક્કે ચઢવે ત્યારાદ બહાર ફરતા એજન્ટો આ અરજદારને ચપટીમાં કામ કરાવી આપવાની ખાતરી આપી એક અરજી દીઠ 2500 રૂપિયા પડાવી કામ પણ કરાવી આપતા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ રખડતા એજન્ટો કોના ઈશારે કામ કરતા હશે…? એમાં કચેરીનો માસ્ટર માઈન્ડ કોણ છે…? અને એમાં એજન્ટ ઉપરાંત કોનો કોનો ભાગ છે…? એ તપાસનો વિષય છે જોકે આજ કચેરી બહાર આવકના કે અન્ય દાખલા કઢાવવા અગાઉ ધક્કા ખાતા લોકો એ જણાવ્યું હતું કે 500 રૂપિયા આપો તો બે કલાકમાં દાખલ મળી જાય અને રેગ્યુલર ને ચારપાંચ દિવસ બાદ મળે ત્યારે એ બાબતે અમે એ સંતે સમયે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તે હવે ફરી સક્રિય થયા હોય એમ લાગે છે ત્યારે તેમાં કોની સંડોવણી છે એ બાબતે મામલતદાર તપાસ કરી આ કચેરીની વારંવાર ખરડાતી છબી સુધારે એ જરૂરી છે .

બોક્ષ : મારા ધ્યાને ઈધરાની વાત આવી નથી છતાં તપાસ કરીશ : નાંદોદ મામલતદાર

આ બાબતે નાંદોદ મામલતદાર એ. કે. ભાટિયાએ ઈધરામાં પૈસા લેતા હોવાની વાત બાબતે જણાવ્યું કે મારા ધ્યાન પર આવી વાત હજુ આવી નથી આમ તો અરજદાર નિયમ મુજબ 20 રૂપિયાની રસીદ ફાળવી કામ કરાવે છે તે છતાં હું આ બાબતે તપાસ કરીશ અને આપની ધ્યાને પણ કોઈ આવે તો મને જાણ કરશો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY