ઓર્ડરથી પ્રિન્ટિંગ કામ કરાવી જાપાન માર્કેટના વેપારીઓ છૂ

0
9

છેતરપિંડી કરી વેપારીઓએ દુકાનને પણ તાળા મારી દીધા
સુરત, તા. ૧૧
ઓર્ડર મુજબ પ્રિન્ટિંગ કામ કરાવી દિલ્હીગેટ સ્થિત જાપાન માર્કેટના ત્રણ વેપારી આશાપુરા મોડલિંગ બંધ કરી નાસી ગયા હતા.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા રાજહંસ ટાવરમાં રહેતાં વેપારી વિપુલ રમણભાઈ લાખાણીએ આરોપી શ્યામ શક્તિસિંગ ચૌહાણ, જીતુ શક્તિસિંહ દશરથ શક્તિસિંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદીની પ્રિન્ટિંગમાં કામ કરાવ્યું હતું. જેનું બાકી પેમેન્ટ રૂ.૩,૬૨,૭૭૬નું નહીં ચૂકવી આરોપીઓએ આશાપુરા મોડલિંગની દુકાનને તાળુ મારી રાજસ્થાન ભાગી ગયા હતા. મહિધરપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY