મિલેનિયમ માર્કેટ ચોરી કેસના બે આરોપી લાજપોર જેલમાં મોકલાયા

0
8

રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયેલા બન્ને આરોપીઓ જ્યુડીશીયલ કસ્ટડી
સુરત, તા. ૧૬
રિંગરોડ મિલેનિયમ માર્કેટના ચોરી કૌભાંડમાં સંકળાયેલા બે આરોપીઓના રિમાન્ડ પુરા થતા પોલીસે તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા. અદાલતે તમામને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હોવાનું તપાસ કરનાર અધિકારી પીએસઆઈ ડી.એમ. રાઠોડે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજથી ૧૦ દિવસ પહેલાં રિંગરોડ સ્થિતિ મિલેનિયમ માર્કેટમાં આવેલી દુકાનોમાં તાળા ડુપ્લીકેટ ચાવીથી ખોલી કરી ચોરી કરવાના પ્રયાસમાં ઈન્દરસિંગ જોષી તથા જિતેન્દ્ર જોષીની ધરપકડ કરી સલાબતપુરા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ પુરા થતા પીએસઆઈ ડીએમ રાઠોડે તમામને કોર્ટમાં રજૂ કરતા અદાલતે આરોપીઓને લાજપોર જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યા હતા. જ્યારે આ ગુનાનો મુખ્ય આરોપી ઉમેશ જાષીની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કરાયા હોવાનું જાણવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY