ધ્રુણાસ્પદ અપરાધ કરનાર આરોપી અંગે પોલીસને કડી મળી નથી
સુરત, તા. ૧૧
હજીરા ગામના નવીન મોહનની ચાલમાંથી પરપ્રાંતીય ૩ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે પાડોશમાં રહેતા પાંચેક લોકોની સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસ અને એફએસએલ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામાં આવી છે.
હજીરા પોલીસ મથકના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ ગુરૂવારે બપોરના સમયે ત્રણેક વાગે ત્રણ વર્ષની બાળકી હજીરા ગામ નવીન મોડનની ચાલમાંથી ગુમ થઈ હતી. સાંજે પાંચેક વાગે બાળકી લોહી લુહાણ હાલતમાં મળીï આવતા પરિવારના સભ્યો નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હતું અને વીર્યના ડાઘા પણ મળી આવતા દુષ્કર્મ થયુ હોવાની પુષ્ટિ થઈ હતી. આ બનાવ અંગે હજીરા પોલીસે શંકાના આધારે પાંચેક સગીરોને પકડી પૂછપરછ હાથ ધરી છે. આરોપી અંગે હજી કોઈ ચોક્કસ કળી મળી નથી. પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા આજે ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




